News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના પાલઘર(Palghar)ના વસઈમાં બુધવારે હાઈડ્રોજન ગેસ સિલિન્ડર(Hydrogen Gas Cylinder)ના વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના થઈ હતી. સિલિન્ડર ફાટતાં(Cylinder Blast) કારખાનામાં આગ ફાટી નીકળી હતી. આ આગને પગલે ઓછામાં ઓછા ત્રણ મજૂરો(workers)ના મોત થયા હતા અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ, વસઈVasai)ના ચંદ્રપારા(Chandrapara) વિસ્તારમાં સ્થિત કંપનીમાં બુધવારે બપોરે લગભગ 3 વાગે અચાનક એક હાઈડ્રોજન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટના સમયે કંપનીમાં 50થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ મજૂરો(worker)ના ઘટનાસ્થળે જ દાઝી જવાથી મોત થયા હતા, જ્યારે આઠ મજૂરો ગંભીર રીતે ઘાયલ(Injured) થયા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ 29 જૂને પાલઘરમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. પાલઘરના તારપુરમાં MIDC ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં એક પછી એક બ્લાસ્ટને કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.