News Continuous Bureau | Mumbai
રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરવામાં આવતા બેવારસ વાહનોને જપ્ત કરવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. હવે વસઈ-વિરાર મહાનગરપાલિકાએ પણ રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલ બેવારસ વાહનનો જપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલા વાહનોને સુરક્ષાની દ્ષ્ટિએ જોખમી બની શકે છે. તેમ જ રસ્તા પર ગમે ત્યાં વાહનોને પાર્ક કરવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામની પણ સમસ્યા થઈ શકે છે. તેથી વસઈ-વિરાર મહાનગરપાલિકાએ રસ્તા પરના બેવારસ વાહનો સામે આકરા પગલાં લેવાનો નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં કોરોના મહામારી વચ્ચે પણ ગયા વર્ષે સારુ રહ્યું પ્રોપર્ટીનું વેચાણ.. 2021 માં 38 હજાર એકમોનું વેચાણ થયું, BMCએ બિલ્ડિંગ ક્લિયરન્સ ફી તરીકે અધધ આટલા કરોડ રૂપિયાની કરી કમાણી- રિપોર્ટ
વસઈ-વિરાર મહાનગરપાલિકામા નવ વોર્ડ છે, નવઘર-માણિકપૂર, વસઈ, આચોલે-નાલાસોપારા, વિરાર, ચંદનસાર, વાલિવ, વિરાર, બોલિંગ અને પેલ્હારનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં જુદા જુદા સ્થળો પર ટુ-વ્હીલર, ફોર-વ્હીલર રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરવામાં આવે છે. વસઈ-પૂર્વમાં ફાધરવાદી, સાતીવલી, ગોખીવરેમાં પણ ગમે ત્યાં વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે.
તેથી પાલિકાએ રસ્તા પર પાર્ક કરનારા વાહનચાલકોને વિનંતી કરી છે કે તેઓ પોતાના વાહનો રસ્તા પરથી હટાવી લે. અન્યથા તેમના વાહનો જપ્ત કરવામાં આવશે. વાહન હટાવવાનો ખર્ચ પણ વાહનમાલિક પાસેથી વસૂલવામાં આવશે એવી ચેતવણી પણ પાલિકાએ આપી છે.