News Continuous Bureau | Mumbai
Vasai –Virar Rain : મુંબઈ શહેર(Mumbai) અને ઉપનગરોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ(Heavy Rain) પડી રહ્યો છે. બુધવારે સવારથી મુંબઈ તેમજ ઉપનગરોમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. ત્યારે વસઈ વિરાર પણ વરસાદની ઝપેટમાં આવ્યું છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ(Flood) સર્જાઈ છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી હળવો વરસાદ પડી રહ્યો હતો, પરંતુ મંગળવાર રાતથી મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા. દરમિયાન ડ્રોન દ્વારા લેવામાં આવેલો શહેરનો વિડીયો વાયરલ છે. જે ખૂબ જ ડરામણો છે.
જુઓ વિડીયો
Aerial video of Vasai near mumbai #heavyrain #rainfall #vasai pic.twitter.com/5DZ1nkXAAA
— Preeti Sompura (@sompura_preeti) July 20, 2023
રસ્તાઓ એકથી દોઢ ફૂટ પાણીની નીચે
વસઈ-વિરારમાં પણ વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો નાલાસોપારામાં રસ્તાઓ એકથી દોઢ ફૂટ પાણીની નીચે હતા. ચારેબાજુ પાણી જ પાણી દેખાય છે. વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો, લોકો ટ્રેક્ટરનો સહારો લેતા જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Natural Farming: ગુજરાતના ખેડૂતો વળ્યા જૈવિક ખેતી તરફ, આટલા લાખથી વધુ ધરતીપુત્રોને અપાઈ પ્રાકૃતિક કૃષિ ખેત પદ્ધતિ અંગે તાલીમ..
દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન
દર વર્ષે ચોમાસા દરમિયાન આ રોડ પર પાણી ભરાઈ જાય છે અને રસ્તાની બાજુમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. અહીંના દુકાનદારોને દર વર્ષે વરસાદની સિઝનમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. પરંતુ હજુ પણ પાલિકા દ્વારા તેની સામે કોઈ પગલાં લેવામાં આવતાં ન હોવાથી રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
પાલિકાએ ખાદ્ય ચીજવસ્તુઓ અને તબીબી ટીમ મોકલી
હાલમાં, વહીવટીતંત્ર દ્વારા મશીન દ્વારા રસ્તાઓ પરના સ્થિર પાણીને કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી લોકોને રાહત મળી શકે. બીજી તરફ વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને વસઈના મીઠાગર અને ચુલને કોન્વેન્ટમાં ખાદ્ય ચીજવસ્તુઓ અને તબીબી ટીમ મોકલી છે, જેથી ત્યાંના લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.