Site icon

કાંદા-બટાટાના લઈને ગૃહિણીઓની ચિંતામાં વધારો, વાશીની એપીએમસીમાં કાંદા-બટાટા માર્કેટમાં વેપારીઓ સામે માથાડીઓનું આંદોલન. વેપારીઓએ કર્યો આ દાવો જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

મંગળવાર,

કાંદા-બટાટાના ભાવમાં ફરી એક વખત વધારો થવાની શક્યતાને પગલે ગૃહિણીઓને ફરી તેમનું કિચન બજેટ હલી જવાની ચિંતા સતાવી રહી છે. નવી મુંબઈની વાશીમાં આવેલી એપીએમસીમાં કાંદા-બટાટા બજારમાં સોમવારે માથાડી કામદારોએ ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. 50 કિલોથી વધુ કિલોની કાંદા-બટાટાની ગુણીઓ ઊંચકવાનો માથાડી કામદારોએ ફરી એક વખત વિરોધ કર્યો છે અને સોમવારે એક દિવસનું આંદોલન કરતા માર્કેટમાં કામકાજ ઠપ્પ થઈ ગયું હતું. 

હાલ જોકે એપીએમસીમાં કામકાજ ફરી ચાલુ થયું છે, પરંતુ માથાડીઓ ફક્ત 50 કિલો સુધીની ગુણીઓ જ અનલોડ કરી રહ્યા છે. તેનાથી ઉપરનો માલ ધરાવતી ગુણીઓ ટ્રકમાં પડી રહી છે. સોમવારે માથાડીએ એપીએમસી માર્કેટના મુખ્યાલયમાં આંદોલન કર્યું હતું. માથાડીઓનું આ આંદોલન લગભગ આઠ કલાક સુધી ચાલ્યું હતું. તેને કારણે સોમવારે 300 ટ્રક અને ટેમ્પોમાંથી માલ-સામાન ઉતર્યો નહોતો. તમામ વાહનો હજારમાં જ ઊભી હતી. તેને કારણે તે દિવસે બજારમાં કાંદા-બટાટાની અછત સર્જાઈ હતી. 

નવાબ મલિક પર EDની કાર્યવાહી પર NCP સુપ્રીમો શરદ પવારની પ્રતિક્રિયા, કહ્યું મને આશ્ચર્ય નથી થયું, મારી સાથે પણ… 

જોકે વેપારીઓએ પાસેથી આશ્વાસન મળતાં માથાડીઓએ સોમવારે આંદોલન પાછું ખેંચ્યું હતું. કાંદા-બટાટા બજાર સાથે સંકળાયેલા વેપારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે આજે માથાડી કામદારો કામ કરી રહ્યા છે. પરંતુ હજી પણ માથાડીઓ ફકત 50 કિલો સુધીની ગુણી ઉતારી રહ્યા છે. તેનાથી વધુ કિલોની ગુણીઓ ઉંચક્યા વગરની પડી રહી છે. હાલ જો કે તુરંત બજારમાં કાંદા-બટાટાના ભાવને કોઈ અસર થવાની નથી. હાલ બજારમાં સ્ટોકમાં માલ પડયો છે.

કાંદા-બટાટા બજારના અન્ય એક વેપારીના કહેવા મુજબ મહારાષ્ટ્રમાં  305 એપીએમસી બજાર છે. આ બધી જગ્યાએ 50 કિલોથી પણ વધુ  કિલોનો માલ માથાડીઓ ઉંચકી રહ્યા છે. ફકત મુંબઈની જ બજારમા માલ ઉંચકતા નથી. માલ ખેડૂતો મોકલે છે અને જયાં સુધી પ્રોડકશન સેન્ટરમાં 50 કિલો સુધીની ગુણી ભરાશે નહીં ત્યાં સુધી 50થી વધુ કિલોની ગુણી આવતી રહેશે અને આ સમસ્યા રહેશે. જોકે એમાં વેપારીઓનો કોઈ દોષ નથી.

માથાડી કામદાર નેતા નરેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે હાલ બજારમાં કોઈ સમસ્યા નથી. માથાડી કામદારો માલનું લોડિંગ-અનલોડિંગ કરી રહ્યા છે. 50 કિલોની ગુણીની સમસ્યા લાંબા સમયથી

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Exit mobile version