Mumbai Vegetable Price Hike| મરચું ઝણઝણશે અને ટોમેટા રડાવશે મુંબઈથાણેમાં શાકભાજીના ભાવ આસમાને, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Mumbai Vegetable Price Hike| મરચું ઝણઝણશે અને ટોમેટા રડાવશે મુંબઈથાણેમાં શાકભાજીના ભાવ આસમાને, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Mumbai Vegetable Price Hike| મરચું ઝણઝણશે અને ટોમેટા રડાવશે મુંબઈથાણેમાં શાકભાજીના ભાવ આસમાને, જાણો આજનો લેટેસ્ટ ભાવ

 

News Continuous Bureau | Mumbai

Mumbai Vegetable Price Hike| પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારા બાદ હવે સામાન્ય જનતાના થાળી પર મોંઘવારીનો માર પડ્યો છે. મુંબઈ, નવી મુંબઈ અને સમગ્ર મુંબઈ મહાનગર ક્ષેત્ર (MMR) માં કાળઝાળ ગરમી અને પાણીની અછતને કારણે શાકભાજીના ભાવમાં ૫૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. વાશી સ્થિત કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC) માં શાકભાજીની આવક ૨૦ થી ૩૦ ટકા ઘટવાને કારણે છૂટક બજારમાં ભાવ ભડકે બળી રહ્યા છે.

ગરમી અને પરિવહન દરમિયાન નુકસાન

રાજ્યના મુખ્ય ખેતી પટ્ટાઓ જેવા કે પુણે, સાતારા, સોલાપુર અને નાસિકમાં તાપમાનનો પારો વધવાને કારણે પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. વધુમાં, ગરમીને કારણે લાંબા અંતરથી આવતી શાકભાજી પરિવહન દરમિયાન જ ખરાબ થઈ જતી હોવાથી વેપારીઓની ચિંતા વધી છે. ઉત્પાદનમાં ઘટાડો અને પાણીની તંગીને લીધે બજારમાં માલ ઓછો આવી રહ્યો છે.

શાકભાજીના નવા અને જૂના ભાવની સરખામણી

શાકભાજીના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે સામાન્ય જનતાના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. બજારમાં અત્યારે ફણસીના ભાવ આસમાને પહોંચ્યા છે, જે પહેલા ૧૩૦ થી ૧૭૦ પ્રતિ કિલો મળતી હતી, તે હવે સીધી ૨૦૦ પર પહોંચી ગઈ છે. આ સાથે જ રસોઈમાં તીખાસ લાવતા લીલા મરચાં પણ હવે ૧૦૦ને બદલે ૧૫૦ પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. ગૃહિણીઓ માટે સૌથી ચિંતાજનક બાબત ટોમેટાના ભાવ છે, જેમાં સીધો બમણો વધારો થયો છે; પહેલા ૨૫માં મળતા ટોમેટા હવે ૫૦ થી ૬૦ પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. રસોઈમાં સ્વાદ વધારતી કોથમીરની એક જુડી હવે ૪૦ થી ૬૦માં મળી રહી છે. ઉનાળાની સિઝનમાં અત્યંત જરૂરી એવા લીંબુના છૂટક ભાવ પણ પ્રતિ નંગ ૫ થી ૭ પર પહોંચી ગયા છે, જે અગાઉ ૩ થી ૪માં મળતા હતા. આમ, દરેક શાકભાજીમાં ૨૦% થી ૫૦% સુધીનો વધારો નોંધાતા મધ્યમ વર્ગના પરિવારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Maharashtra Weather Update। પેટ્રોલડીઝલના ભાવ વધારા બાદ મહારાષ્ટ્ર પર મોટું ‘આસમાની સંકટ’ ૧૭ જિલ્લાઓમાં એલર્ટ, પ્રશાસને આપી ચેતવણી

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!