ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
મુંબઈ મહાનગરપાલિકાએ રખડતા શ્વાન ના સ્ટરીલાઈઝેન કરવા માટે વપરાતા વાહનો જૂના થઈ જતા તેને ભંગારમાં કાઢવાની છે. કુલ ચાર વાહનો એકીસાથે ભંગારમાં કાઢી નાખશે. તેથી શ્વાનના સ્ટર્લીલાઈઝેનની ઝુંબેશને મોટા પ્રમાણમાં અસર પડશે. તેને પગલે આગામી દિવસમાં મુંબઈમાં રખડતા શ્વાનો ની સંખ્યા હજી વધી જશે એવો ભય વ્યક્ત થઈ રહ્યો છે.
પાલિકા પાસે શ્ર્વાન પકડવા માટે રહેલા ચાર વાહનોની નિયમ મુજબ આઠ વર્ષની મુદત પૂરી થઈ ગઈ છે. તેથી તેને ભંગારમાં કાઢી નાખીને તેની સામે નવા ચાર વાહનો ખરીદવામાં આવવાના છે. તે પાછળ ૧,૦૨,૨૪,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. પરંતુ જયાં સુધી આ નવા વાહનો પાલિકા પાસે નહીં આવે ત્યાં સુધી શ્વાનનુ સ્ટર્લીલાઈઝેન ઝુંબેશને અસર થઈ શકે છે.
મુંબઈના રસ્તા પર એક અંદાજ મુજબ અઢી લાખની આસપાસ રખડતા શ્ર્વાન છે. પાલિકા બિન સરકારી સંસ્થાની મદદથી રખડતા શ્વાન ની સંખ્યા નિયંત્રણમાં રાખે છે. તે માટે આ શ્વાનના સ્ટર્લીલાઈઝેન કરાય છે. અમુક કારણથી છેલ્લા પાંચ વર્ષમાં ફકત ૯૦,000 શ્ર્વાનના સ્ટર્લીલાઈઝેન થયા છે.
રખડતા શ્વાન ને પકડીને તેમના સ્ટર્લીલાઈઝેન કરવા ખાસ વાહનો હોય છે. રખડતા શ્વાન ની કોઈ વિસ્તારમાંથી ફરિયાદ આવ્યા બાદ સંબંધિત વિસ્તારમાં શ્વાન પકડીને તેમને રેબીઝની વૅક્સિન આપવામાં આવે છે. શ્વાનનું સ્ટર્લીલાઈઝેન કરીને તેને ફરી છોડી મૂકવામાં આવે છે.
‘બેસ્ટ’ પ્રશાસનનો અજબ કારભાર, કામ પર ગુટલી મારનારા કર્મચારીઓના પગાર કાપવાનું દોઢ વર્ષે આવ્યું યાદ. જાણો વિગત
મુંબઈમાં ૧૯૯૪ની સાલથી રખડતા શ્વાનનું સ્ટર્લીલાઈઝેન કરવામાં આવે છે. મુંબઈમાં હાલ લગભગ અઢી લાખ રખડતા શ્વાન છે. રખડતા શ્વાન ની સંખ્યા જોતા દર વર્ષે ૩૨થી ૩૪ હજાર શ્ર્વાનનું સ્ટર્લીલાઈઝેન કરવું આવશ્યક છે, તેની સામે ૨૦૧૯ની સાલમાં ફક્ત ૧૮,૯૧૨ શ્વાન નું સ્ટર્લીલાઈઝેન કરવામાં પાલિકા સફળ થઈ હતી.