ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
વર્ષોથી મુંબઈમાં થોડા વરસાદમાં પણ સાન્તાક્રુઝ(વેસ્ટ)માં આવેલો મીલન સબ-વે પાણીમાં ડૂબી જતો આવ્યો છે. જોકે હવે બહુ જલદી મિલન સબ-વેમાં ભરાતી પાણીની સમસ્યાથી છૂટકારો મળવાનો છે.
મુંબઈ મહાનગરપાલિકાએ જે રીતે પરેલ-હિંદમાતામાં ભરાતા પાણીની સમસ્યા દૂર કરવા માટે અહીં અંડરગ્રાઉન્ડ ટાંકી બાંધી છે. તે પ્રમાણે જ પાલિકા હવે મિલન સબવેમાં પણ આવી અંડરગ્રાઉન્ડ ટાંકી બાંધીને તેમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની છે.
મુંબઈમાં પત્રકારોને મળશે નવું ભવન. ઉત્તર મુંબઈના આ સાંસદે કરી પહેલ. જાણો વિગત
અન્ડર ગ્રાઉન્ડ ટાંકી પ્રોજેક્ટ હેઠળ અતિવૃષ્ટિ દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણીનો નિકાલ કરવા માટે અંડર ગ્રાઉન્ડ ટાંકી બાંધવામાં આવે છે. વરસાદી પાણી પાઈપલાઈન મારફતે અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ઠાલવવામાં આવે છે અને પછી બાદમાં આ પાણી દરિયામાં ઠાલવવામાં આવે છે.
મિલિન સબવે માટે નજીકમાં 20,000 લિટર ઘનમીટરની ટાંકી બાંધવામાં આવવાની છે, એટલે કે તેમાં બે કરોડ લિટર પાણી સમાવાની ક્ષમતા હશે. વરસાદી પાણીનો નિકાલ પાઈપલાઈન મારફતે આ ટાંકીમાં કરાશે. તે માટે 1200 મિલીમીટર વ્યાસની પાઈપલાઈન પણ નાખવામાં આવવાની છે. આ પ્રોજેક્ટ માટે પાલિકા 33 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.