ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
દેશનો સૌથી બીઝી હાઈવે ગણાતા મુંબઈ-અમદાવાદ હાઈવે પર બહુ જલદી ટ્રોમા હોસ્પિટલ શરૂ થવાની છે, તેને પગલે હાઈવે પર થતા રોડ ઍક્સિડન્ટના વિક્ટીમને તરત સારવાર આપવાનું અને તેમનો જીવ બચાવવું સરળ થઈ પડશે.
મુંબઈ-અમદાવાદ હાઈવે પર મનોરમાં લાંબા સમયથી 200 બેડ સાથેની હોસ્પિટલ બાંધવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સરકારે હાથમાં લીધો હતો. આ હોસ્પિટલમાં 20 બેડ સાથેનું ટ્રોમા સેન્ટર પણ હશે જયાં એક્સિડન્ટ વિકટિમને તુરંત સારવાર આપવું શક્ય બનશે.
હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ અધિવેશનમાં આ બાબતે જણાવ્યું હતું કે આ હોસ્પિટલનું બાંધકામ 2019થી ચાલુ હતું પરંતુ કોરોનાને કારણે લાગુ પડેલા લોકડાઉનમાં હોસ્પિટલનું કામ બંધ પડી ગયું હતું. હવે હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનું સંયુક્ત રીતે કામ ચાલુ કર્યું છે. બહુ જલદી હોસ્પિટલનું કામ પૂરું થશે અને સામાન્ય નાગરિક માટે ખુલ્લુ મુકવામાં આવશે.