ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર, 2021
શનિવાર
પીઢ અભિનેતા વિક્રમ ગોખલેએ કંગના રાણાવતના આઝાદી પરના વિવાદાસ્પદ નિવેદનને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ ગોખલે દરેક સ્તરે આકરી ટીકાનો ભોગ બન્યા છે. પોતાનો મત સ્પષ્ટપણે રજૂ કરવા માટે ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે હું મારા નિવેદન પર અડગ છું.
પ્રેસ કોન્ફરન્સમાં વિક્રમ ગોખલે એ કહ્યું હતું કે મને ખબર નથી કે છેલ્લા બે વર્ષમાં કંગના રનૌતે શું કહ્યું, પરંતુ તેણે સ્વતંત્રતા વિશે જે કહ્યું તેની સાથે કંઈક સંબંધ હોવો જોઈએ. હું તેની સાથે સહમત છું. કોઈપણ બાબતમાં મારો અંગત અભિપ્રાય વ્યક્ત કરવાનો મને અધિકાર છે.
કૃષિ કાયદા મુજબ શિરોમણી અકાલી દળ ભાજપ થી અલગ થયું. હવે તે શું કરશે? જાણો અહીં
હું મારા રાજકીય અભ્યાસથી સારી રીતે પરિચિત છું. મેં અભિનેત્રીના નિવેદનને સમર્થન આપ્યું કારણ કે આ વાતના મારી પાસે પણ કારણો હતા, પરંતુ હું હવે તે કારણો આપીશ નહીં. તમે બધાએ 18 મે 2014 ના રોજ ઈંગ્લેન્ડનું ગાર્ડિયન પેપર વાંચ્યું છે. ધ્યાનથી વાંચો, કંગનાએ જે કહ્યું તે જ તેમાં લખ્યું હતું. તેથી કંગનાએ કંઈ ખોટું નથી કહ્યું.
અંતે વિક્રમ ગોખલેએ કહ્યું હતું કે "ભારતના નાગરિક અને રાજકીય અભ્યાસુ તરીકે હું માનું છું કે મારા જેવા સામાન્ય માણસને વર્ષ 2014માં વાસ્તવિક સ્વતંત્રતા મળી છે અને હું આ મતને ક્યારેય બદલીશ નહીં."