News Continuous Bureau | Mumbai
એસી લોકલના(AC local) ભાડામાં ઘટાડો કર્યો હોવાથી મોટી સંખ્યામાં લોકો હવે તેમાં પ્રવાસ કરવા માંડ્યા છે. જોકે મંગળવારે એસી લોકલમાં એસી જ બંધ હોવાને કારણે પ્રવાસીઓને ગૂંગળામણ(Suffocation) નો સામનો કરવો પડ્યો હતો.
મંગળવારે વિરારથી(Virar) સવારના 7.57 વાગે ઉપડેલી એસી લોકલમાં એસી કામ કરતું નહોતું. એસી લોકલ હોવાથી તેના દરવાજા અને બારી પણ બંધ હતા. તેની હાલતમાં હવાની અવરજવર ન થવાને કારણે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને(Commuters) ભારે ગરમી અને ગૂંગળામણ નો સામનો કરવો પડયો હતો.
ટ્રેનમાં એસી બંધ હોવાથી ડબ્બામાં લખેલી સૂચના મુજબ પ્રવાસીઓએ ટ્રેનના ગાર્ડને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. છતાં ટ્રેનમાં એસી(Train AC) ચાલુ થઈ શક્યું નહોતું. આ ટ્રેન બોરીવલી(Borivali) 8.35 વાગે પહોંચી ત્યારે પણ એસી બંધ જ હતું. રેલવે હેલ્પલાઇન(Railway Helpline) પર ફોન કરીને પણ કોઈ મદદ મળી નહોતી. છેવટે પ્રવાસીઓએ પોતાનો રોષ સોશિયલ મીડિયા(Social media) પર ઠાલવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: દહીસર અને મીરા-ભાયંદર લીંક રોડનું સમાધાન નીકળ્યું… જાણો શું છે પ્લાન..
અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ સેન્ટ્રલ લાઈનમાં(Central line) કલ્યાણ એસી લોકલમાં આ જ પ્રમાણે એસી બંધ થઈ જતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.