News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર વિધાનસભાના '166-અંધેરી પૂર્વ' મતવિસ્તારની પેટાચૂંટણી માટે મતદાન આજે, 3 નવેમ્બર, 2022ના રોજ યોજાશે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા ચાલુ થઇ ગયું છે. આ મતદાન પ્રક્રિયા સાંજના 6 વાગ્યા સુઘી ચાલુ રહેશે. આ પેટાચૂંટણીમાં 07 ઉમેદવારો મેદાનમાં છે. મહત્વનું છે કે ભાજપે આ બેઠક પરથી પોતાના ઉમેદવારને પહેલા જ પરત ખેંચી લીધા છે. આપને જણાવી દઈએ કે આ પેટાચૂંટણીની મતગણતરી 6 નવેમ્બરે થશે.
ઋતુજા રમેશ લટકે (શિવસેના – ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)
બાલા વેંકટેશ વિનાયક નાદર (તમારી અપના પાર્ટી – પીપલ્સ)
મનોજ નાયક (રાઈટ ટુ રિકોલ પાર્ટી)
નીના ખેડેકર (અપક્ષ)
ફરહાના સિરાજ સૈયદ (અપક્ષ)
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 નવેમ્બરે પહોંચશે મહારાષ્ટ્રમાં-રાહુલ ગાંધીની સાથે આ દિગ્ગજ નેતા મિલાવશે કદમથી કદમ
મિલિંદ કાંબલે (અપક્ષ)
રાજેશ ત્રિપાઠી (અપક્ષ)
વિધાનસભામાં મતદારોની કુલ સંખ્યા
પુરૂષ મતદારો – 1 લાખ 46 હજાર 685, મહિલા મતદારો – 1 લાખ 24 હજાર 816, તૃતીય પક્ષ મતદારો: 1 (એક), કુલ મતદારો: 2 લાખ 71 હજાર 502, સેવા મતદારો (પોસ્ટલ વોટ): 29, વિકલાંગ મતદારો: 419
ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બર, 2022 ના રોજ મતદાન માટે જારી કરાયેલ સૂચના મુજબ, અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારને મતદાનના દિવસે એટલે કે 3 નવેમ્બર, 2022 ના રોજ જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ જાહેર રજા '166 – અંધેરી પૂર્વ' મતદારક્ષેત્રના મતદારોને પણ લાગુ પડશે જેઓ કામ માટે અંધેરી મતવિસ્તારની બહાર છે. ઉપરાંત, આ જાહેર રજા કેન્દ્ર સરકારની કચેરીઓ, અર્ધ-સરકારી કચેરીઓ, જાહેર સાહસો, બેંકો વગેરેને લાગુ પડશે.