256
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈની લોકલ ટ્રેન એ લોકો માટે લાઈફલાઈન છે. મુંબઈ લોકલ દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આ લોકલ ટ્રેનમાં પ્રવાસીઓના ઝઘડા, ફેરિયાઓની દાદાગીરી અને મહિલાઓની મારામારી જેવા અનેક કિસ્સા જોયા અને સાંભળ્યા હશે પરંતુ ટ્રેનમાં કેટવોક કરતા જોયો છે. જોકે આવું થયું છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વાસ્તવમાં મુંબઈની લોકલ ટ્રેનનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લેક કલરનું સ્કર્ટ પહેરેલો એક વ્યક્તિ ચાલુ ટ્રેનમાં કેટવોક કરી રહ્યો છે. જેને જોઈને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો આશ્ચર્યચકિત થઈ જાય છે. તે તેના માટે તદ્દન નવું હતું. લોકો આ માણસની કેટવોક જોતા જ રહ્યા.
આ સમાચાર પણ વાંચો : કેરી રસિકો માટે ગુડ ન્યૂઝ, ફળોના રાજા કેસરની જૂનાગઢ માર્કેટ યાર્ડમાં એન્ટ્રી, જાણો એક પેટીનો ભાવ..
You Might Be Interested In