News Continuous Bureau | Mumbai
મુંબઈની લોકલ ટ્રેન એ લોકો માટે લાઈફલાઈન છે. મુંબઈ લોકલ દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. જોકે કેટલાક લોકો મુંબઈ લોકલમાં નિયમોનું ઉલ્લંઘન કરે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ મુંબઈ લોકલની અંદર નિયમોનો ભંગ કરી રહ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ લોકલ ટ્રેનના લગેજ ડબ્બામાં દારૂ પીતો જોવા મળે છે. એક યુઝરે ટ્વિટર પર આનો વીડિયો શેર કર્યો છે અને મુંબઈ પોલીસને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
Dear Mumbai police
2 day ago I travel in local train.
This incident happened in vadala road to Panvel station
Kya train me drink karna allow hai vo bhi sab ke saamne
Iske upar kya action legi Mumbai police @MumbaiPolice @neuzboy @NeonMan_01 pic.twitter.com/gwg8xN7r41— S¥NDICATE (@s_ndicate) March 13, 2023
મુંબઈ લોકલમાં દારૂ પીતો વીડિયો થયો વાયરલ
વીડિયો શેર કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું, “મુંબઈ પોલીસ, બે દિવસ પહેલા હું લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. વડાલા રોડથી પનવેલ સ્ટેશનની ટ્રેનમાં આ ઘટના બની. શું લોકલ ટ્રેનમાં દારૂ પીવો કાયદેસર છે?, તે પણ બધાની સામે. મુંબઈ પોલીસ શું કાર્યવાહી કરશે?” વીડિયોમાં મુસાફર કાળા પોલિથીન બેગમાં લપેટી બોટલમાંથી દારૂ પીતો અને ફોન પર વાત કરતો જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : આવી ગયો પ્રતિબંધ, H3N2નો પ્રકોપ વધતાં આ રાજ્યમાં 1 થી 8માં ધોરણની સ્કૂલો બંધ, વધી ચિંતા..
મુંબઈ લોકલની વિશેષતા
મુંબઈ, જેને બોમ્બે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતની આર્થિક રાજધાની છે. મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત પાસાઓ પૈકી એક તેની લોકલ ટ્રેનો છે, જે શહેરના રહેવાસીઓ માટે લાઈફલાઈન ગણાય છે. મુંબઈ લોકલ ટ્રેન એ મુસાફરો માટે પરિવહનનું સૌથી કાર્યક્ષમ અને અનુકૂળ માધ્યમ છે, જેમાં દરરોજ 7 મિલિયનથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. લોકલ ટ્રેન નેટવર્ક પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઇન એમ ત્રણ લાઇનમાં ફેલાયેલું છે અને તે 400 કિલોમીટરથી વધુનું અંતર આવરી લે છે. મહત્વનું છે કે વહેલી સવારથી મોડી રાત સુધી ટ્રેનો દોડે છે.