Water Cut: તોફાની વરસાદને કારણે પવઇમાં પાવર સબસ્ટેશનમાં નુકસાન, કુર્લા, સાયન, ચુનાભટ્ટીમાં પાણી પુરવઠો ખોરવાયો…

Water Cut: પવઇ ખાતે 22 KV પાવર સબસ્ટેશનમાં સોમવારે (13 મે 2024) બપોરે 2 વાગ્યે તોફાન અને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું હતું. તેમજ પવઈ પંપીંગ સ્ટેશનનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. તેથી, મહાનગરપાલિકાના એલ અને એસ ડિવિઝનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો રહેશે નહીં.

by Bipin Mewada
Water Cut Damage to power substation in Powai due to stormy rains, water supply disrupted in Kurla, Sion, Chunabhatti, BMC appeals to use water sparingly.

News Continuous Bureau | Mumbai

Water Cut: મુંબઈ સહિત રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે પવન સાથે જોરદાર વરસાદ ( Unseasonal Rain ) થયો હતો. આ કમોસમી વરસાદના કારણે મુંબઈગરાઓ પરેશાન થઈ ગયા હતા. તેમજ આ વરસાદને કારણે પવઈ ખાતે 22 KV પાવર સબસ્ટેશનને નુકસાન થયું છે. તેથી કુર્લા દક્ષિણા પાઈપલાઈનમાંથી પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી સમારકામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પાણી પુરવઠો બંધ રહેશે, આથી મહાનગરપાલિકાએ લોકોને પાણીનો સંયમપૂર્વક અને કાળજી પૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.

પવઇ ખાતે 22 KV પાવર સબસ્ટેશનમાં સોમવારે (13 મે 2024) બપોરે 2 વાગ્યે તોફાન અને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું હતું. તેમજ પવઈ પંપીંગ સ્ટેશનનો ( Powai Pumping Station ) વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. તેથી, મહાનગરપાલિકાના ( BMC ) એલ અને એસ ડિવિઝનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો ( Water supply ) હેશે નહીં. મહાપાલિકા પ્રશાસન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, પાવર સબ સ્ટેશનનું સમારકામ અને પવઈ પંપીંગ સ્ટેશનમાં વીજ પુરવઠા પુનઃસ્થાપિત થયા બાદ જ આ બંને વિભાગોને પાણી પહોંચાડવામાં આવશે. તેથી આ વિભાગના નાગરિકોને પાણીનો સંયમપૂર્વક અને કાળજી પૂર્વક ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે.

Water Cut: મહાત્મા ફુલે નગર વિસ્તારમાં ઓછા દબાણે પાણી પુરવઠો આપવામાં આવશે…

સોમવારે સાંજે મુંબઈમાં ( Mumbai ) તોફાની પવન અને વરસાદને કારણે પવઈ ખાતે 22 KV સબસ્ટેશનનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ કમોસમી વરસાદને કારણે પવઈ વિસ્તારમાં આવેલા વીજ સબસ્ટેશનમાં ( power substation ) અનેક સાધનો ફેલ થઈ ગયા હતા. ઘણી જગ્યાએ વીજ લાઈનો પણ તૂટી ગઈ હતી અને ઘણા મહત્વપૂર્ણ સાધનોને નુકસાન થયું હતું. તેમજ અંધારામાં સમારકામના કામમાં વિલંબ થવાની સંભાવના છે. જેના કારણે એસ ડિવિઝનમાં મોરારજી નગર, જય ભીમ નગર, પાસપોલી ગાવથાણ, લોક વિહાર સોસાયટી, રેનેસાં હોટલ વિસ્તારમાં પાણી પુરવઠો રહેશે નહીં. દરમિયાન મહાત્મા ફુલે નગર વિસ્તારમાં ઓછા દબાણે પાણી પુરવઠો આપવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો :  Rakhi sawant: રાખી સાવંત ને લાગ્યો ઉર્ફી જાવેદ નો રંગ, ફક્ત ટુવાલ લપેટીને ઇવેન્ટ માં પહોંચી અભિનેત્રી, જુઓ વિડિયો

એલ ડિવિઝનમાં કાજુપાડા, ગણેશ મેદાન, ઈન્દિરાનગર, સંગમ સોસાયટી, શાસ્ત્રીનગર, ગેસ કમ્પાઉન્ડ, ચિત્રસેન ગામ, મસરાણી લેન, ગાઝી દરગાહ રોડ, એ. એચ. વાડિયા માર્ગ, વાડિયા એસ્ટેટ, એમ. એન રોડ બૈલ બજાર, સંદેશ નગર, ક્રાંતિ નગર, એલબીએસ કમાણી, કલ્પના ટોકીઝ, કિસ્મત નગર, ગફુર ખાન એસ્ટેટ, સંભાજી ચોક, ન્યુ મિલ રોડ, રામદાસ ચોક, ઇગલવાડી, અન્નાસાગર માર્ગ, બ્રાહ્મણ વાડી, પટેલ વાડી, એસજી બર્વે માર્ગ, બુદ્ધાજી ચોક. કોલોની, ન્યૂ મિલ રોડ માર્ગ વિનોબા ભાવે માર્ગ, નવપાડા, પ્રીમિયર રેસિડેન્સ, સુંદરબાગ, શિવ હિલ સંજય નગર, કાપડિયા નગર, રૂપા નગર, ન્યૂ મિલ રોડ, ટાકિયા વોર્ડ, મેચ ફેક્ટરી લેન, શિવાજી કુટીર લેન, ટેક્સીમેન કોલોની, ઈન્દિરા નગર, મહારાષ્ટ્ર કાટા, એલ. બી. એસ રોડ, ચાફે ગલી, ચુનાભટ્ટી, સેવક નગર, વિજય નગર અને જરી મરી માતા મંદિર વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. 

મહાપાલિકા પ્રશાસને રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. તેમજ જ્યાં સુધી સમારકામની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપરોક્ત વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. ઉક્ત સમારકામ પછી, પવઈ ઉચ્ચ સ્તરીય જળાશય નંબર  2 ભરવામાં આવશે અને ધીમે ધીમે પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. પાણી પુરવઠાની અસમર્થતાને કારણે આ અચાનક સમસ્યાઓના કારણે શહેરીજનોને પડી રહેલી અસુવિધા બદલ મહાનગરપાલિકા વહીવટીતંત્ર દિલગીર છે. તેમજ મુંબઈના નાગરિકોને નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન મહાપાલિકા વહીવટીતંત્રને સહકાર આપે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More