Site icon

દહીસર અને બોરીવલીમાં આજે પણ આ કારણથી પાણીના ધાંધિયા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર.

મુંબઈ મેટ્રોના ઠેર ઠેર ચાલી રહેલા કામને કારણે ટ્રાફિકની સમસ્યા તો સર્જાઈ રહી છે પણ તેને મેટ્રોના ખોદકામને કારણે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડવાની સમસ્યા વધી ગઈ છે. તેને કારણે પાણી પુરવઠો પણ સતત ખોરવાતો રહ્યો છે. પશ્ચિમ ઉપનગરમાં દહીસર અને બોરીવલીમાં બે દિવસ અહીં મોટાભાગના વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે,

દહીસર અને બોરીવલીમાં કાયમ નાગરિકો ઓછું પાણી મળતું હોવાની ફરિયાદ કરતા હોય છે, તેમા પાછું હાઈવે પર મેટ્રો રેલના કામ ચાલી રહ્યા છે. તેને કારણે ત્યાં સતત ખોદકામ થતું હોય છે. તેમાં અનેક વખત પાણીની પાઈપલાઈન પણ ફૂટી જતી હોય છે. થોડા સમય પહેલા જ અહીં પાણીની પાઈપ લાઈન ફૂટી ગઈ હતી. હવે ફરી શુક્રવારે આર-ઉત્તર વોર્ડમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર ગોકુલ આનંદ હોટલ પાસે માઉલી હોસ્પિટલ પાછળ શુક્રવારે 750 મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં મેટ્રોના કામને કારણે ભંગાણ પડયું હતું.

ભારતને મળી મોટી સફળતા, 29 વર્ષ બાદ UAEમાં ગિરફ્તાર થયો 1993ના મુંબઈ બ્લાસ્ટનો આ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી; જાણો વિગતે

આર-ઉત્તર વોર્ડના અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવારે પાઈપલાઈન  ફૂટી જતા બોરીવલી અને દહિસરના પાણી પુરવઠાને અસર થઈ છે. યુદ્ધના ધોરણે સમારકામ હાથમાં લેવામાં આવ્યું છે. જે આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે અને મોડી સાંજથી પાણી પુરવઠો પૂર્વવત થાય એવી શક્યતા છે.

Mumbai School Bus Accident: ગિરગાંવમાં સ્કૂલ બસની ટક્કરે 1 વર્ષના માસૂમનો જીવ લીધો, દાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Travel Agent Fraud: વિયેતનામની સહેલગાહ પડી ભારે: વિઝા અને પેકેજના નામે ₹8.25 લાખ પડાવનાર ટ્રાવેલ એજન્ટ અંધેરીથી ઝડપાયો
Mumbai Theft Case: મુંબઈના જુહુમાં વરિષ્ઠ નાગરિકના બંધ ઘરમાં ₹5.3 લાખની ચોરી: સોસાયટીના જ બે હાઉસકીપિંગ કર્મીઓની ધરપકડ
Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Exit mobile version