Site icon

મુંબઈમાં વધુ એક પાઈપલાઈન ફાટી, આ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો.. જુઓ વિડીયો

બાંદ્રા વેસ્ટમાં આર કે પાટકર રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેઇનના કામ દરમિયાન પાઈપલાઈન ક્ષતિગ્રસ્ત થતા લાખો લિટર પાણી ગટરમાં વહી ગયું છે.

Water supply disrupted in Bandra, Khar, Santacruz after pipeline damage; watch video

Water supply disrupted in Bandra, Khar, Santacruz after pipeline damage; watch video

 News Continuous Bureau | Mumbai

મુંબઈના બાંદ્રા વેસ્ટમાં આર કે પાટકર રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેઇનના કામ દરમિયાન પાઈપલાઈન ક્ષતિગ્રસ્ત થતા લાખો લિટર પાણી ગટરમાં વહી ગયું છે. આ ક્ષતિગ્રસ્ત પાઈપલાઈનના પગલે સમગ્ર એચ/વેસ્ટ વોર્ડમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે, જેમાં બાંદ્રા, ખાર અને સાંતાક્રુઝના ભાગોનો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Community

મહાનગરપાલિકાના કર્મચારીઓએ તરત જ રીપેરીંગ કામ શરૂ કરી દીધું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ કહ્યું કે સમારકામનું કામ ચાલી રહ્યું છે અને જ્યારે વિસ્તારમાં પાણી પુરવઠો પુનઃસ્થાપિત થશે ત્યારે નાગરિકોને જાણ કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો: ભૂખ્યા રહો, ઈસુને મળાશે… અંધશ્રદ્ધાએ 47ના જીવ લીધા! ફાધરના કહેવાથી સામૂહિક આત્મહત્યાનો કેસ

પાણીની પાઈપલાઈન ફાટવાનો મુંબઈમાં આ પાંચમો બનાવ છે. મુંબઈના લગભગ તમામ વિસ્તારોમાં હાલ 15 ટકા પાણીકાપ લાગુ કરાયો છે અને તે એક મહિના સુધી ચાલુ રહેશે એવી મહાનગરપાલિકા તરફથી જાહેરાત કરવામાં આવી છે. લોકોને પાણીનો સમજદારીપૂર્વક વપરાશ કરવાની નિયમિત રીતે સલાહ આપવામાં આવી રહી છે. ઘણી હાઉસિંગ સોસાયટીઓમાં માત્ર એક જ કલાક પાણી સપ્લાઈ કરવામાં આવે છે.

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version