બોરીવલી પશ્ચિમમાં ગોરાઈ ખાડી પાસેના ગોરાઈ ગામ મનોરીમાં મંગળવારે પાણીની લાઇન તૂટી જવાના કારણે પાણીપુરવઠો ખોરવાઈ ગયો હતો.
પરિણામે, ગામના લોકોને બુધવારે આખો દિવસ પાણી વગર જ ગાળવાની ફરજ પડી હતી.
પૂર્વ બોરિવલી કૉર્પોરેટર શિવાનંદ શેટ્ટીએ તાત્કાલિક સ્થાનિક સહાયક મ્યુનિસિપલ કમિશનર સંતોષ ધોંડેને આ અંગે માહિતી આપી હતી. એ પછી, પાણીની લાઇનનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.
જોકે પાણીની લાઇન કેવી રીતે તૂટી એનું કારણ જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે મનોરી ખાતેનો આ પાણીપુરવઠો ગોરાઈ ગામના દોઢ હજાર ઘરોને પાણી પહોંચાડે છે.

