Site icon

મુંબઈગરાઓ…પાણી સાચવીને વાપરો, 8 ફેબ્રુઆરીએ 24 કલાક માટે પાણી પુરવઠો રહેશે બંધ!

Navi Mumbai: 24-hour water cut in NMMC, Kharghar and Kamothe from April 10

ભરઉનાળે પાણી કપાત.. મુંબઈ બાદ હવે અહીં સોમવારે 24 કલાક માટે પાણી પુરવઠો રહેશે બંધ..

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં પાણીનો પુરવઠો સુધારવા માટે, પાલિકાએ કેટલાક વિસ્તારોમાં પાણીની લાઈનોનું કામ હાથ ધર્યું છે. આ પૃષ્ઠભૂમિમાં,  ટ્રોમ્બે હાઈ લેવલ જળાશયમાં ઇનલેટ વાલ્વ બદલવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવશે.

Join Our WhatsApp Community

24 કલાક પાણી પુરવઠો બંધ રહેશે 

આ કામના કારણે માનખુર્દ, ગોવંડી વિસ્તારમાં 8 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાથી 9 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. મ્યુનિસિપલ પ્રશાસને આ સમયગાળા દરમિયાન રહેવાસીઓને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Turkey Earthquake: તુર્કી-સીરિયામાં કુદરતે મચાવ્યો કહેર, 3700થી વધુ લોકોના મૃત્યુ, હજારો લોકો કાટમાળ નીચે દટાયા.. જુઓ વિડીયો

આ વિસ્તારમાં પાણી નહીં આવે 

પાલિકાના વોટર એન્જિનિયર વિભાગ દ્વારા ટ્રોમ્બે જળાશયમાં રિપેરિંગની કામગીરી સવારે હાથ ધરવામાં આવશે અને 24 કલાકમાં પૂર્ણ કરવામાં આવશે. આથી ટાટાનગર, ગોવંડી સ્ટેશન રોડ, દેવનાર મ્યુનિસિપલ કોલોની, ગોવંડી, લલ્લુભાઈ કોલોની, જોન્સન જેકબ રોડ (A,B,I,F સેક્ટર), એસપીપીએલ બિલ્ડીંગ, મ્હાડા બિલ્ડીંગ, મહારાષ્ટ્ર નગર, દેવનાર ગામ રોડ, ગોવંડી ગામ, વી-એન પૂર્વ રોડ, બીકેએસડી રોડ, ટેલિકોમ ફેક્ટરી એરિયા, મંડલા ગામ, માનખુર્દ નેવલ, ડિફેન્સ એરિયા, માનખુર્દ ગામ, સી-સેક્ટર, ડી-સેક્ટર, ઈ-સેક્ટર, જી-સેક્ટર, એચ-સેક્ટર, જે-સેક્ટર, કે-સેક્ટર, કોલીવાડા ટ્રોમ્બે, કસ્ટમ રોડ, દત્ત નગર, બાલાજી મંદિર રોડ, પેઈલી પાડા, ચિતા કેમ્પ ટ્રોમ્બે, દેવનાર ફાર્મ રોડ, બોરબાદેવી નગર, BARC ફેક્ટરી, BARC કોલોની ગૌતમ નગર, પાંજરાપોળમાં પાણી પુરવઠો બંધ રહેશે. 

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીના અંતમાં ભાંડુપ સંકુલના જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં કેટલાક તાકીદનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામના કારણે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં 24 કલાક પાણી પુરવઠો ખોરવાયો હતો.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version