ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 8 એપ્રિલ 2021.
ગુરૂવાર.
મુંબઈગરાઓ માટે કોરોના સંક્રમિતો ના આંકડા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રીએ મુંબઈના હેવી ટ્રાફિક જામ થી બચવા માટે મુંબઈમાં વોટર ટેક્સી અને રોપેક્સ ફેરી સર્વિસની શરૂઆત કરવાની ઘોષણા કરી છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ જણાવ્યું કે મુંબઇમાં ટ્રાફિક સમસ્યા વર્ષોથી ચાલતી આવી છે. જે અંતર 10 મિનિટમાં કપાઈ જાય તેને લાંબા ટ્રાફિકજામના લીધે તેને 40 મિનિટ લાગે છે અને તે માટે જ મુંબઈગરાની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા સમુદ્ર મારફત મુસાફરી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સમુદ્ર મારફત મુસાફરી કરવા માટે સમય અને પૈસા બંનેની બચત થશે. માંડવિયા વધુમાં જણાવે છે કે, મુંબઈમાં આ વર્ષના મે મહિનામાં વોટર ટેક્સી ની સર્વિસ શરૂ થઈ જશે. જ્યારે રોપેક્સ ફેરી માટે ચાર નવા રૂટ આ વર્ષના ડિસેમ્બર મહિના સુધી શરૂ થઈ જશે.
ટ્રેન મુસાફરી બનશે વધુ અનુકૂળ. રેલ મંત્રીએ કરી ઘોષણા. જાણો વિગત..
ઉલ્લેખનીય છે કે, મનસુખ મંડાવિયા સાથે મુંબઈ પોર્ટના ચેરપર્સન અને મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ એ પણ વોટર ટેક્સી ચલાવવા માટેની બેઠકમાં ભાગ લીધો હતો.