ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
મુંબઈ જેવા શહેરમાં એમ્બ્યુલન્સ સેવા પણ મેળવવી અમુક વખતે મુશ્કેલ થઈ પડતું હોય છે. એવામાં મુંબઈગરાની સેવામાં વધુ એક બિન સામાજિક સંસ્થા આગળ આવી છે.
મુંબઈ સ્થિત “વી હેલ્પ ચેરીટેબલ ફાઉન્ડેશન“ દ્વારા બે દિવસ પહેલા જ જરૂરિયાતમંદો માટે એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી છે, જે સમગ્ર મુંબઈમાં સેવા આપશે. ખાસ કરીને સિનિયર સિટિઝનને દહિસરથી મલાડ વચ્ચે મફતમાં ઉપલબ્ધ થશે
“વી હેલ્પ ચેરીટેબલ ફાઉન્ડેશન“ના મેનેજિંગ ડાયરેક્ટર અને ફાઉન્ડર ઉદય કાપાડિયાએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જ અમારા ફાઉન્ડેશને એમ્બ્યુલન્સ સેવા લોન્ચ કરી છે. જે સમગ્ર મુંબઈમાં રાહતના દરે સેવા આપશે. ઍમ્બ્યુલન્સ ઓક્સિજનની સગવડ ધરાવે છે. આ એમ્બ્યુલન્સની સેવા સિનિયર સિટિઝનને મલાડથી દહિસર વચ્ચેના વિસ્તારમાં મફતમાં ઉપલબ્ધ થશે. તો બાકીના વિસ્તારમાં સિનિયર સિટિઝનની સાથે જ અન્ય લોકોને 30 ટકા રાહતના દરે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ થશે. તો જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હશે તેમને મફતમાં આ સેવા આપવામાં આવશે.
દોઢ વર્ષ પહેલા એટલે કે 7 એપ્રિલ 2020ના રજિસ્ટર્ડ થયેલી “વી હેલ્પ ચેરીટેબલ ફાઉન્ડેશન“ ચેરિટીને લગતા કામ કરે છે. ખાસ કરીને જરૂરિયાતમંદોને એજ્યુકેશન, મેડિકલ, હોસ્પિટલાઈઝેશન ની સુવિધાની સાથે ગ્રોસરીની મદદ પૂરી પાડે છે. આ સંસ્થા ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનની સાથે જ ચેરીટી કમિશનમાં પણ રજીસ્ટર્ડ થયેલી છે. સંસ્થામાં 39 સભ્યો અને 9 ટ્રસ્ટી હોવાનું ફાઉન્ડર અને એમડી ઉદય કાપડિયાએ જણાવ્યું હતું.
મુંબઈગરા એમ્બ્યુલન્સ સેવા માટે 08657570457 નંબર પર ફોન કરી શકે છે.