News Continuous Bureau | Mumbai
Weather Update : મુંબઈ (Mumbai) માં એક તરફ લોકો દિવાળી (Diwali) ની ખરીદીમાં વ્યસ્ત છે તો બીજી તરફ હવામાન વિભાગ (IMD) તરફથી અપડેટ્સ આવી રહ્યા છે કે દિવાળીના અવસર પર મુંબઈમાં વરસાદ (Rain) પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે. છેલ્લા બે દિવસમાં મુંબઈ અને કોંકણ (Konkon) માં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત કોંકણ તેમજ મધ્ય મહારાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
મુંબઈમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત રહેશે અને આગામી 4 દિવસ માં મુંબઈ, થાણે અને પાલઘરના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તારની રચનાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં ઓછા દબાણના વિસ્તારને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે.
મહત્વનું છે કે મુંબઈમાં ગુરુવારે સાંજે અચાનક પડેલા વરસાદને કારણે વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈના પશ્ચિમ ઉપનગરો તેમજ મધ્ય ઉપનગરોમાં રાત્રે 8 વાગ્યા પછી અચાનક વરસાદ પડ્યો હતો. મુંબઈ, થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, અંબરનાથ અને બદલાપુર વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. જેના પગલે નાગરિકો મુંઝવણમાં મુકાયા હતા.
આ સમાચાર પણ વાંચોઃ CAIT : ધનતેરસ પર સોના-ચાંદી ખરીદવા પડાપડી, માત્ર દિલ્હીમાં થયો અધધ આટલા કરોડનો ધંધો..
ખેડૂતો ચિંતામાં
કોંકણના રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી બે દિવસમાં પણ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. આ વર્ષે પણ છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં છે.
‘આ’ જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગે મુંબઈમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રત્નાગીરી, સિંધુદુર્ગ, કોલ્હાપુર, સતારા, સાંગલી અને સોલાપુર જિલ્લાઓ અને પુણે, સતારા, અહેમદનગર, કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. . આગામી 24 કલાકમાં ધારાશિવ, બીડ, લાતુર, નાંદેડ જિલ્લામાં વરસાદની સંભાવના છે.

