Site icon

Western Railway Block : લોકલ યાત્રીઓ માટે મહત્વના સમાચાર, પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં 36 કલાકનો બ્લૉક,160 થી વધુ લોકલ રહેશે રદ્દ..

Western Railway Block : પશ્ચિમ રેલ્વે પર કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇન માટે 36 કલાકનો ટ્રાફિક અને પાવર બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ મેગા બ્લોક 31 મે એટલે કે આજે બપોરથી 1 જૂનની મધ્યરાત્રિ સુધી રહેશે. આ મુજબ, શનિવાર બપોર પછી 73 લોકલ ટ્રેનો અને રવિવારે દિવસ દરમિયાન 89 લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. કુલ 162 લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઉપરાંત, લોકલ ટ્રેનો બે દિવસ મોડી દોડશે.

Western Railway Block Western Railway announces 36 hour block on 5th and yard lines

Western Railway Block Western Railway announces 36 hour block on 5th and yard lines

News Continuous Bureau | Mumbai

Western Railway Block : પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં એલિવેટેડ બુકિંગ ઓફિસને હટાવવા માટે 5મી લાઈન અને યાર્ડ લાઈનો પર શનિવાર, 31 મે 2025 ના રોજ 13:00 કલાકથી રવિવાર/સોમવારની મધ્યરાત્રી એટલે કે 1/2 જૂન, 2025 ના રોજ 01:00 કલાક સુધી 36 કલાકનો એક મેજર બ્લૉક લેવામાં આવશે. બ્લોક દરમ્યાન પશ્ચિમ રેલવે પર અપ અને ડાઉન લાઈન પર લગભગ 162 લોકલ ટ્રેન રદ્દ રહેશે, જેમાં સ્લો અને ફાસ્ટ કોરિડોરની ટ્રેનનો સમાવેશ થશે.  પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :- 

Join Our WhatsApp Community

 

Western Railway Block :લગભગ 162 લોકલ ટ્રેન રદ્દ

 

શૉર્ટ ટર્મિનેટ/ઓરિજિનેટ/આંશિકરૂપે રદ થનારી ટ્રેનો :

  1. 30 અને 31 મે, 2025 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ વસઈ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે.આ ટ્રેન વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. 
  2. 01 જૂન, 2025 ના રોજ બોરીવલીથી ઉપડનારી ટ્રેન નંબર 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ વસઈ રોડથી શોર્ટ ઓરિજિનેટ થશે. આ ટ્રેન બોરીવલી અને વસઈ રોડ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. 

આ સમાચાર પણ વાંચો : Operation Shield: આજે ફરી ભારત બતાવશે પોતાની તાકાત, ઓપરેશન શીલ્ડ હેઠળ આ 5 રાજ્યોમાં યોજાશે મોક ડ્રીલ..

યાત્રીઓને જણાવવામાં આવે છે કે કૃપા કરીને ઉપરોક્ત વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને યાત્રા કરે.

લોકલ યાત્રીઓ માટે મહત્વના સમાચાર, પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં 36 કલાકનો બ્લૉક,160 થી વધુ લોકલ રહેશે રદ્દ..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

IND vs PAK: વર્લ્ડ કપમાં ભારત સામે રમવાથી ડરતું પાકિસ્તાન હવે નમ્યું? ICCની કડક ચેતવણી બાદ PCBએ સમાધાન માટે લંબાવ્યો હાથ
Kandivali Police Crackdown: કાંદિવલી પોલીસે ‘ન્યુસન્સ’ પર ફેરવ્યું બુલડોઝર: ગેરકાયદે અતિક્રમણ સાફ અને દારૂડિયાઓ પર પોલીસે કસ્યો સકંજો.
Gorai Dumping Ground Fire: ગોરાઈ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રહીશોના શ્વાસ રૂંધાયા, કિલોમીટરો દૂર દેખાયા જ્વાળાના દ્રશ્યો.
Borivali Shocking Video: બોરીવલી: ફેરિયાઓને હટાવવા ગયેલા પાલિકા સ્ટાફે જ સામાન ગટરમાં છુપાવ્યો! ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે વીડિયો જાહેર કરી BMC ની પોલ ખોલી.
Exit mobile version