News Continuous Bureau | Mumbai
વેસ્ટર્ન રેલવે(Western Railway) દ્વારા અંધેરી સ્ટેશન(Andheri Station) પર નવો સ્કાયવોક(Skywalk) પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એ સાથે જ ચાલુ નાણાકીય વર્ષમાં મુંબઈ ઉપનગરીય વિભાગમાં(Mumbai Suburban Division) 8 ફૂટ ઓવરબ્રિજ (FOB) શરૂ કરવામાં આવ્યા છે


પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે વિવિધ માળખાકીય અપગ્રેડેશન(Upgradation) અને વૃદ્ધિના કાર્યો સફળતાપૂર્વક હાથ ધર્યા છે. તે હેઠળ મુસાફરોની સુવિધા માટે અંધેરી સ્ટેશન પર એક નવો સ્કાયવોક શરૂ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર(Sumit Thakur) દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, અંધેરી ખાતેનો નવો સ્કાયવોક 6 મીટર પહોળો અને 98 મીટર લાંબો છે અને તે પહેલી ઓગસ્ટ, 2022ના રોજ કાર્યરત કરવામાં આવ્યો છે. તે દક્ષિણ દિશામાં રહેલા નવા ફૂટ ઓવરબ્રિજ ને દક્ષિણમાં રહેલા જૂના FOB સાથે જોડે છે.
આ સમાચાર પણ વાંચો : અરરર-મુંબઈ શહેરમાં મહાપુરુષોના ભીંત ચિત્રોની અવદશા-ફોટો જોઈને તમે પણ શરમાઈ જશો
આ સ્કાય વોક પશ્ચિમ બાજુથી પૂર્વ તરફ જવા માટે તથા જૂના દક્ષિણ FOB પર થતી ભીડને દૂર કરવામાં મદદ કરશે. સ્કાયવોકનો અંદાજે કુલ ખર્ચ 4.50 કરોડ છે


આ સાથે, નાણાકીય વર્ષ 2022-23માં પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગમાં કુલ આઠ એફઓબી(FOB) અને સ્કાયવૉક કાર્યરત કરવામાં આવ્યા છે, જે કુલ 141 પર પહોંચી ગયા છે. વધુમાં, દાદર, ખાર, નાયગાવ, વસઈ રોડ અને નાલાસોપારા સ્ટેશનો(Railway station) પર વધુ પાંચ એફઓબી આ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
