ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝને ટ્રેનમાં ટિકિટ વગર ગેરકાયદે પ્રવાસ કરનારા ખુદાબક્ષો સામે ઝુંબેશ ચાલુ કરી છે. નવેમ્બર 2021માં ફક્ત એક જ મહિનામાં ટિકિટ વગર તેમ જ રેલવેના નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્રવાસીઓ પાસેથી અધધધ કહેવાય એમ 8.5 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
વેસ્ટર્ન રેલવેએ જાહેર કરેલી વિગત મુજબ વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનમાં નવેમ્બર 2021ના મહિનામાં ટિકિટ ચેકિંગ તેમ જ રેલવેના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશના માધ્યમથી 8.5 કરોડ રૂપિયાનું મહેસુલ વેસ્ટર્ન રેલવેને થયું હતું. છેલ્લા અમુક વર્ષમાં આ સૌથી શ્રેષ્ઠ કામગીરી હોવાનું રેલવેએ દાવો કર્યો હતો.
આ અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમા 7.95 કરોડ રૂપિયાની આવક થઈ હતી. વેસ્ટર્ન રેલવે દ્વારા 135 કર્મચારીઓને મોબાઈલ ચેકિંગની ઝુંબેશમાં કામે લગાવવામાં આવ્યા હતા.
મુંબઈ મહાનગરપાલિકામાં નવા 9 વોર્ડના સમાવેશ કરવા સામે ભાજપે મૂકી હાઈકોર્ટમાં દોડ, જાણો વિગત