News Continuous Bureau | Mumbai
Railway News : 03 મે 2024 ના રોજ, મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના મુખ્ય ટિકિટ નિરીક્ષક ( Ticket inspector ) , મહેશ ગિરી, સતર્કતા બતાવીને, એક વૃદ્ધ વ્યક્તિ કે જેઓ તેમના પરિવારથી વિખૂટા પડી ગયા હતા, તેમને ટ્રેનમાં શોધી કાઢ્યા.
પશ્ચિમ રેલવેના ( Western Railway ) મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ, 03 મે, 2024 ના રોજ ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસમાં ( Mumbai Central-Hapa Duronto Express ) મુસાફરી કરતી વખતે, મુખ્ય ટિકિટ નિરીક્ષક મહેશ ગિરીને જાણ કરવામાં આવી હતી કે 74 વર્ષીય શ્રી રમેશ જોષી નામના એક વરિષ્ઠ મુસાફર ( Senior passenger ) જેઓ તેમની પત્ની અને પુત્રી સાથે મુંબઈથી રાજકોટ જઈ રહ્યા હતા, તેઓ સુરેન્દ્રનગર સ્ટેશને ગુમ થયા હતા. મુસાફરની પુત્રીનો સંપર્ક કરતાં શ્રી ગીરીએ તાત્કાલિક કાર્યવાહી કરી રાજકોટ કંટ્રોલ ઓફિસને જાણ કરી હતી. તેમણે આખી ઓન-બોર્ડ ટીમને ટ્રેનમાં વૃદ્ધ મુસાફરને શોધવાનો નિર્દેશ પણ આપ્યો હતો. પેસેન્જર સ્મૃતિ ભ્રંશથી પીડિત હોવાથી તેના પરિવારજનો વધુ ચિંતિત હતા.

Western railway reunites old age person with family
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈની લોકલ ટ્રેનમાં હત્યા! લોકલ ટ્રેનમાં ચાકુ અને બેલ્ટ વડે હુમલામાં 55 વર્ષીય આધેડનું મોત, વિડીયો થયો વાયરલ
Railway News : પરિવાર સાથે શી રીતે પુનમિલન થયું.
બાદમાં જાણવા મળ્યું કે મુસાફર શ્રી રમેશ જોષી સુરેન્દ્રનગર ( Surendranagar ) સ્ટેશન પર ચાલતી વખતે કોચ નંબર M-2 પાસે પડી ગયા હતા. કેટલાક મુસાફરો તેમને ઉપાડી ત્યાં હાજર સ્ટાફ પાસે પહોંચ્યા. પ્રવાસીને કંઈ યાદ નહોતું, માત્ર તેની પુત્રીનું નામ હતું. તેની ઓળખની ખાતરી કર્યા પછી, તેને અત્યંત સાવધાની સાથે તેના પરિવારને પરત કરવામાં આવ્યો હતા. પરિવારના સભ્યો અને સહ-યાત્રીઓએ આનંદ વ્યક્ત કર્યો અને સમગ્ર ઓન-બોર્ડ ટીમનો આભાર માન્યો. તે મુજબ રાજકોટ કંટ્રોલ ઓફિસને પણ જાણ કરવામાં આવી હતી.

Western railway reunites old age person with family