Site icon

વેસ્ટર્ન રેલવેનો પ્રવાસ વધુ સુરક્ષિત બન્યો- આ સ્ટેશનો વચ્ચે સ્ટીલના ગર્ડર હટાવી સિમેન્ટના ગર્ડર બેસાડ્યા

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

વેસ્ટર્ન રેલવેમાં(Western Railway) 14.30 કલાકના બ્લોક લઈ બોરીવલી(Borivali) અને કાંદીવલીની(Kandivali) વચ્ચે પોઇસર પુલના રિ-ગર્ડરિંગનું(Regirdering) કામ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. રિ-ગર્ડરિંગના કારણે રેલવેનો પ્રવાસ વધુ સુરક્ષિત અને ઝડપી બનશે એવો દાવો વેસ્ટર્ન રેલવે દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રવાસીઓની સલામતી વધારવા અને ટ્રેનો ઝડપથી અને સરળતાથી ચાલે તે માટે, વેસ્ટર્ન રેલ્વેએ શનિવાર રાતના 11 વાગ્યાથી રવિવાર બીજા દિવસે બપોરના 1.30 વાગ્યા સુધી UP/DN ફાસ્ટ લાઇન પર 14.30 કલાકના બ્લોક લીધો હતો. આ બ્લોકમાં બોરીવલી અને કાંદિવલી વચ્ચેના પુલના રિ-ગર્ડરિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : બહુચર્ચિત સાકીનાકા બળાત્કાર- હત્યા કેસમાં 45 વર્ષનો આરોપી દોષી – આ તારીખે સંભળાવવામાં આવશે સજા

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર(Chief Public Relations Officer) સુમિત ઠાકુર દ્વારા જારી કરેલી અખબારી યાદી મુજબ, મુંબઈ ઉપનગરીય(Mumbai Suburbs) વિભાગમાં માળખાકીય અપગ્રેડેશન(Structural upgradation) નું કામ હાથમાં લેવામાં આવ્યું છે. જે હેઠળ બ્રિજ નં. 61 ને અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ ગર્ડર(Pre-stressed concrete girder)સ્લેબ સાથે બદલવામાં આવ્યો છે. આ કામમાં 9.15 મીટર સ્પૅન સ્ટીલ ગર્ડરના 4 સ્પાન્સને 14 સિમેન્ટના સ્લેબ ગર્ડર સાથે બદલવામાં આવ્યા છે. રોડ ક્રેઈનનો ઉપયોગ કરીને અને ઓવરહેડ વાયરને નીચે ઉતારીને કામ કરવામાં આવ્યું હતું.

સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ  દરિયાની નજીક હોવાથી અને ભેજવાળા હવામાનને કારણે સ્ટીલ ગર્ડર્સ સતત કાટ લાગીને બગાડની સંભાવના ધરાવે છે. તેથી આ ગર્ડરની સલામતી વધારવા માટે, સ્ટીલ ગર્ડરને PSC ગર્ડર્સથી બદલવામાં આવ્યા છે. PSC ગર્ડર્સ ટકાઉપણું સુનિશ્ચિત કરશે અને તમામ પ્રકારના હવામાનનો સામનો કરી શકે છે, જેનાથી સુરક્ષિત અને ઝડપી ટ્રેન કામગીરી સુનિશ્ચિત થશે. આનાથી ટ્રેકની લોડ બેરિંગ ક્ષમતામાં પણ વધારો થશે. થોડા દિવસ અગાઉ પણ જોગેશ્વરી ખાતેના બ્રિજ નંબર 43ના રિગર્ડરિંગની  કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.


 

Mumbai Local Train Scam: મુંબઈ લોકલ ટ્રેન સ્કેમ: વિક્રોલી સ્ટેશન પર નકલી પાસ સાથે ૨૨ વર્ષીય યુવક ઝડપાયો, TC ની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
Mulund Police Station: મુલુંડમાં રિક્ષા ચાલકનો આતંક: પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલના હાથ પર જોરથી બટકું ભરી લીધું
Wadala Drug Bust: વડાલામાં ઈલેક્ટ્રિશિયનની આડમાં ચાલતા ગાંજાના રેકેટનો પર્દાફાશ: ૨૦.૭ કિલો જથ્થા સાથે એકની ધરપકડ
Theft at Powai Hotel: પવઈની હોટલમાં ફિલ્મ ડાયરેક્ટરના રૂમમાં ચોરી: કર્મચારી ₹5.3 લાખની ચાંદી અને રોકડ લઈને ફરાર
Exit mobile version