Site icon

વાહ!! મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર શતાબ્દી એક્સપ્રેસમાં પ્રવાસીઓ હવે વિસ્ટા ડોમ એટલે કે કાચના ડબ્બામાં પ્રવાસ કરી શકશે. જાણો શું છે રેલવે ની નવી યોજના….

News Continuous Bureau | Mumbai

મુંબઈથી અમદાવાદ જનારાઓની માનીતી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગરમાં હંગામી ધોરણે વિસ્ટા ડોમ કોચ જોડવામાં આવવાનો છે. વિસ્ટા ડોમ કોચના કારણે કાચની બારી હોવાથી પ્રવાસીઓ ટ્રેનની બહારનો અદભુત નજારો માણી શકશે.

Join Our WhatsApp Community

અગાઉ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી ટ્રેન ( ટ્રેન 12009-12010)ને ગાંધીનગર સુધી લંબાવવામાં આવી છે. હવે આ ટ્રેનમાં અગિયારમી એપ્રિલથી દસમી મે સુધી હંગામી ધોરણે માટે એક વિસ્ટા કોચ જોડવામાં આવવાનો છે. એટલે કે આ કોચની બારી તથા છત કાચની રહેશે. જ્યારે ટ્રેનમાં બેઠક વ્યવસ્થા પર રિવોલ્વિંગ ચેરકાર તથા ઓબ્ઝર્વેશન લાઉન્જ પણ રાખવામાં આવશે. જેથી પ્રવાસીઓ ટ્રેનની બહારના કુદરતી દ્શ્યો જોઈ શકે.

 આ સમાચાર પણ વાંચો : કાંદીવલીના ચારકોપરમાં આ વખતે ફ્રી સ્ટ્રીટ. જાણો ક્યાં છે ફ્રી સ્ટ્રીટ અને શું છે કાર્યક્રમ.

શતાબ્દી એક્સપ્રેસના વિસ્ટા ડોમ કોચમાં રિર્ઝવેશનના ઉદેશ્યથી ટ્રેનનો નવો નંબર 02009-02010 લાગુ પડશે. જોકે વિસ્ટા ડોમ કોચનું બુકિંગ ટ્રેન નંબર 02009-02010 નંબરથી મળશે. નવમી એપ્રિલથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાશે. આ કોચનું ભાડું જોકે વધારે રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન રેલવેએ આ અગાઉ અમદાવાદ-કેડિયા વચ્ચેની ટ્રેનમાં પણ એક વિસ્ટા ડોમ કોચ જોડ્યો છે. જ્યારે સેન્ટ્રલ રેલવેમાં ચાર ટ્રેનમાં વિસ્ટા ડોમ કોચ જોડવામાં આવ્યો છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version