ટ્રેકસ, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી કામગીરી કરવા માટે આવતીકાલે એટલે કે 11 જુલાઈ, 2021 રવિવારના રોજ, પશ્ચિમ રેલવેમાં માહીમથી અંધેરી રેલવે સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન હાર્બર લાઈન પર સવારે 10:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી જમ્બો બ્લોક રહેશે.
બ્લોક દરમિયાન, મધ્ય રેલ્વે તરફની તમામ ગોરેગાંવ ટ્રેનો અને હાર્બર સેવાઓ તથા કેટલીક ચર્ચગેટ – ગોરેગાંવની ધીમી સેવાઓ રદ થશે.
આ જાણકારી પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે એક નિવેદન જાહેર કરી આપી હતી.