News Continuous Bureau | Mumbai
મુંબઈગરાનો એસી લોકલનો(AC Local) પ્રવાસ વધુ સુવિધાજનક બની રહેવાનો છે. લોકોની માગણીને ધ્યાનમાં રાખીને તેમ જ એસી લોકલને વધી રહેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ(Western Railway) એરકન્ડિશન્ડ લોકલની(Air conditioned local) 31 ફેરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી ઓક્ટોબરથી આ નિર્ણય લાગુ કરવામાં આવશે. મીડિયામાં આવેલા અહેવાલ મુજબ એસી લોકલની ફેરી ચર્ચગેટ(Churchgate), વિરાર(Virar), બોરીવલી(Borivali), દાદર, મલાડ સ્ટેશનો વચ્ચે હશે.
પશ્ચિમ રેલવે પર, 8 ઓગસ્ટથી 8 એસી લોકલની ફેરી શરૂ કરવામાં આવી હતી, તેથી એસી લોકલ ટ્રેનોની સંખ્યા 40 થી વધીને 48 થઈ હતી હવે લગભગ 31 ફેરી વધારવામાં આવવાની છે. તેથી હવે પશ્ચિમ રેલવે પર કુલ 79 એસી લોકલ ટ્રેનની ફેરી હશે.
આ સમાચાર પણ વાંચો : 30 વર્ષ નગરસેવક અને ઉપમહાપોર પદ પર રહેલા ભાજપના નેતા રામ બારોટનો દીકરો શિવસેનાના રસ્તે ચાલ્યો
મે મહિનામાં એસી લોકલની ટિકિટના(Local Train ticket) ભાવમાં ઘટાડા બાદ આ લોકલનો પ્રતિસાદ વધ્યો હતો. મુખ્યત્વે પશ્ચિમ રેલ્વેના રૂટ પર એસી લોકલને મુસાફરોની પ્રાધાન્યતા મળી રહી છે.
વેસ્ટર્ન રેલ્વે લાઇન પર એસી લોકલમાં સવાર-સાંજ એટલી ભીડ હોય છે કે તાજેતરમાં એસી લોકલના દરવાજા બંધ ન હોવાની ઘટનાઓ સામે આવી છે અને સોશિયલ મીડિયા(Social media) પર વીડિયો વાયરલ થયો છે. હવે એસી લોકલની 79 ફેરી થયા બાદ પશ્ચિમ રેલવેમાં મુસાફરોની મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બની રહેશે.
દરમિયાન, મધ્ય રેલવે(Central Railway) પર, એસી લોકલ સામે મુસાફરોના વિરોધને પગલે કાલવા, બદલાપુર ખાતે 10 ટ્રેનોને અસ્થાયી રૂપે રદ કરવામાં આવી છે, તે બાબતે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.