નવા વર્ષની ઉજવણી કરવા માટે ઘણા નાગરિકો મોડી રાત્રે બહાર નીકળે છે. દરમિયાન મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ ચર્ચગેટ અને વિરાર વચ્ચે વિશેષ લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલ્વે નવા વર્ષની ઉલ્લાસ સાથે ઉજવણી કર્યા બાદ રાત્રિની મુસાફરીને આરામદાયક બનાવવા માટે આવતી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી-2023ની મધરાતે આઠ વિશેષ લોકલ ટ્રેનો દોડાવશે.
પશ્ચિમ રેલવેનું વિશેષ આયોજન
નવા વર્ષને આવકારવા માટે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાતે લોકો દક્ષિણ મુંબઈમાં મરીન લાઈન્સ, ગેટવે ઓફ ઇન્ડિયા, ગિરગાંવ ચોપાટી, દાદર ચોપાટી સહિતના સ્થળો ખાતે મોટી સંખ્યામાં એકત્ર થતાં હોય છે. ત્યાંથી લોકો પૂર્વ કે ઉત્તર તરફ પોતપોતાનાં ઘર તરફ સુખરૂપ પાછા ફરી શકે એ માટે રેલવે દર વર્ષની જેમ આ વખતે પણ આઠ વિશેષ લોકલ ટ્રેનો દોડાવશે.
પશ્ચિમ રેલવે વિભાગ પર વિશેષ લોકલ ટ્રેનોનો સમય..
ચર્ચગેટથી વિરાર – રાતે 1.15 કલાકે
ચર્ચગેટથી વિરાર – રાતે 2.00 કલાકે
ચર્ચગેટથી વિરાર – રાતે 2.30 કલાકે
ચર્ચગેટથી વિરાર – રાતે 3.25 કલાકે
વિરારથી ચર્ચગેટ – રાતે 12.15 કલાકે
વિરારથી ચર્ચગેટ – રાતે 12.45 કલાકે
વિરારથી ચર્ચગેટ – રાતે 1.40 કલાકે
વિરારથી ચર્ચગેટ – રાતે 3.05 કલાકે