News Continuous Bureau | Mumbai
ઉનાળાના વૅકેશન(Summer vacation)ને ધ્યાનમાં રાખીને મુસાફરો(Passenger)ની સુવિધા માટે માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે(Western Railway)એ બાંદ્રા ટર્મિનસ(bandra terminus – ગાંધીધામ અને મુંબઈ સેન્ટ્રલ – બનારસ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેનો(special train) ચલાવવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, વિશેષ ટ્રેનો(Special Train list)ની વિગતો નીચે મુજબ છે:
1) ટ્રેન નંબર 09415/09416 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) [16 ટ્રિપ્સ]
ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ (Bandra terminus-Gandhidham superfast special)બાંદ્રા ટર્મિનસથી દર ગુરુવારે 16.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે ગાંધીધામ (Gandhidham)પહોંચશે. આ ટ્રેન 28મી એપ્રિલ, 2022થી 16મી જૂન 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09416 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ(Gandhidham -Bandra terminus superfast special) ગાંધીધામ (Gandhidham)થી દર ગુરુવારે રાતના 00.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14.20 કલાકે બાંદ્રા ટર્મિનસ (Bandra terminus) પહોંચશે. આ ટ્રેન 28મી એપ્રિલ, 2022 થી 16મી જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં બોરીવલી(Borivali), વાપી(Vapi), સુરત(Surat), વડોદરા(Vadodara), અમદાવાદ(Ahmedabad), વિરમગામ(Viramgam), ધ્રાંગધ્રા(Dhagdhra), સામખિયાળી(samakhyali) અને ભચાઉ(Bhachau) સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. જનરલ સેકન્ડ ક્લાસ કોચનું બુકિંગ યુટીએસ દ્વારા અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ મેલ એક્સપ્રેસ ટ્રેનો માટે લાગુ પડતા શુલ્ક સાથે થશે.
આ સમાચાર પણ વાંચો : દહીંસરમાં ભાજપની પોલ-ખોલ યાત્રામાં આવ્યું વિધ્ન, શિવસેના-ભાજપ સામ-સામે બાખડી પડ્યાં.. જાણો વિગતે
2) ટ્રેન નંબર 09183/09184 મુંબઈ સેન્ટ્રલ- બનારસ સ્પેશિયલ (સાપ્તાહિક) [16 ટ્રિપ્સ]
ટ્રેન નંબર 09183 મુંબઈ સેન્ટ્રલ – બનારસ સ્પેશિયલ(Mumbai central-Banaras special) મુંબઈ સેન્ટ્રલથી દર બુધવારે 22.50 કલાકે ઉપડશે અને શુક્રવારે 10.30 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 27મી એપ્રિલ, 2022 થી 15મી જૂન, 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09184 બનારસ – મુંબઈ સેન્ટ્રલ(Mumbai central special) સ્પેશિયલ બનારસ(Banaras)થી દર શુક્રવારે 14.30 કલાકે ઉપડશે અને રવિવારે 04.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ(Mumbai central) પહોંચશે. આ ટ્રેન 29મી એપ્રિલ, 2022થી 17મી જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી(Borivali), વાપી(Vapi), સુરત(Surat), વડોદરા(Vadodara), રતલામ(Ratlam), કોટા, (Kota)સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા જંકશન, આગ્રા ફોર્ટ, ટુંડલા, શિકોહબાદ, મૈનપુરી, ભોંગાંવ, ફર્રુખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, રાયબરેલી જંકશન, અમેઠી, પ્રતાપગઢ, જંઘાઈ જંકશન સ્ટેશનો પર હોલ્ટ કરશે. આ ટ્રેન સંપૂર્ણપણે આરક્ષિત હશે અને તેમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી 2-ટાયર, એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 09415, 09416 અને 09183નું બુકિંગ 22મી એપ્રિલ, 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.