News Continuous Bureau | Mumbai
ચોમાસું નજીક હોઈ વરસાદમાં રેલ વ્યવહાર ખોરવાઇ નહીં તે માટે રેલવે પ્રશાસને(Railway department) કમર કસી લીધી છે. તે માટે પોતાના વિસ્તારમાં નાળાસફાઈ(Sewer cleaning) અને ગટરોને સાફ કરવા સહિત રેલવે ટ્રેક પર રહેલા કચરાની સફાઈનું કામ જેસીબી મશીનથી(JcB machine) હાથ ધર્યું છે. ટ્રેકને(railway track) અડીને આવેલા વૃક્ષો નું ટ્રિમિંગ(Trimming of trees), હાઈ કેપેસીટના પંપ બેસાડવા જેવા કામ ચાલુ કરી દીધા છે. સિગ્નલ યંત્રણા(Railway signal) ચેક કરવાની સાથે જ રેલવે સ્ટેશન વચ્ચે રહેલા સંવેદનશીલ સ્થળો પર ચોવીસ કલાક દેખરેખ સુનિશ્ચિત કરવા અને રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે ગાઢ સંકલનનું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલ્વેના જણાવ્યા મુજબ તેના ઉપનગરીય વિભાગ પરના 18 કિમી નાળાઓ સાફ કર્યા છે અને બાકીના 42 કિમી નાળાઓની સફાઈનું કામ પ્રગતિમાં છે. સફાઈનો પ્રથમ રાઉન્ડ મેના મધ્ય સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ચોમાસા દરમિયાન 15 દિવસના અંતરે વધુ બે રાઉન્ડ કરવામાં આવશે. પાટાઓની પાસે રહેલા કલ્વટરને પણ સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે. રેલવે કોલોનીઓ(railway colony) સહિત વિવિધ સ્થળોએ વૃક્ષોની કાપણી કરવામાં આવી છે તેથી વરસાદ અને પવનને કારણે ટ્રેક પર ઝાડ તૂટવાનું જોખમ ના રહે.
ખાસ ડિઝાઇન કરાયેલ મેક સ્પેશિયલ ટ્રેન(Special train), BRN, JCB, પોકલેન મશીન અને લગભગ 600 મજૂરોને તહેનાત કરીને પશ્ચિમ રેલ્વેએ(Western railway) મુંબઈ ઉપનગરીય વિભાગ પર 1.60 લાખ ઘનમીટર કચરો, કાદવ સાફ કરવાનો અને દૂર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેમાંથી 1,40,000 ક્યુબિક મીટર કચરો સાફ કરવામાં આવ્યો છે. જોગેશ્વરી (પૂર્વ) ખાતે 1.50 લાખ ઘનમીટર ગંદકી-કચરો સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે.
ઉપનગરીય વિભાગમાં 36 પાણી ભરાવાના સ્થળો પર પાણીને માપવા માટે ફ્લડ ગેજ બેસાડવામાં આવ્યા છે. 10 ઓટોમેટિક રેઈન ગેજને વરસાદ અને પાણીના સ્તરના ડેટાને વાસ્તવિક સમયના આધારે મોનિટર કરવા અને તે મુજબ નિવારક પગલાં લેવા માટે સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : વાહ!! આખરે બોરીવલીમાં આવેલી સાંસ્કૃતિક ધરોહરનું થશે સંરક્ષણઃ ઉત્તર મુંબઈની સાંસદની મહેનત રંગ લાવી. જાણો વિગતે.
નાલાસોપારા-વિરાર (પુર્વ)ના બંને એપ્રોચ પર ટ્રેક સેફ્ટી(Track safety) માટે રિટેનિંગ વોલ બનાવવામાં આવી છે. ચોમાસા દરમિયાન લોકોની સલામત અવરજવર સુનિશ્ચિત કરવા માટે અંધેરી અને ખાર સબવે નું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે.
નીચાણવાળા વિસ્તારોમાં 15 ઓળખાયેલા વિભાગોમાં ટ્રેક અને ઓવરહેડ વાયર 100 mm થી 250 mm સુધી ઊંચાઈ વધારવામાં આવી રહી છે. આનાથી આગામી ચોમાસા દરમિયાન ભારે વરસાદ દરમિયાન ટ્રેકને ડૂબી જતો અટકાવવામાં મદદ મળશે.
બોરીવલી-વિરાર વિભાગમાં અને વસઈ-વિરાર વિભાગમાં મોટા ગટરોની દેખરેખ, સફાઈ અને ઓળખ માટે ડ્રોન સર્વે કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલ્વેએ ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિવિધ સ્થળોને ઓળખી કાઢ્યા છે અને આ સ્થળોએ 100 ઉચ્ચ ક્ષમતાવાળા પાણીના પંપ ની જોગવાઈ કરી છે. તેવી જ રીતે રેલવે કોલોની અને રેલવે યાર્ડ, કાર શેડ વગેરેમાં 104 વોટર પંપ લગાવવામાં આવી રહ્યા છે.
લોકલ ટ્રેનના ડબ્બામાં સંભવિત લીકેજ અને છતની વોટરપ્રૂફિંગને પ્લગ કરવા સિવાય બારીઓ અને દરવાજાઓની સરળ કામગીરી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પેન્ટોગ્રાફ અને રૂફ પાવર યુનિટની ચકાસણી અને યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરવા જેવી કામગીરી પણ વરસાદના આગમન પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ઓટો રીક્ષા ચાલકોને ફટકો. ગેસના ભાવમાં 4 રૂપિયાનો વધારો થયો. તો શું હવે ભાડા પણ વધશે. યુનિયને કરી આ માંગણી. જાણો વિગતે.
છેલ્લા ચોમાસામાં પાણી ભરાવાની જગ્યાઓ જેમ કે બાંદ્રા, અંધેરી, માહિમ, ગ્રાન્ટ રોડ, ગોરેગાંવ, વિરાર, વસઈ રોડની ઓળખ કરવામાં આવી છે અને દરેક સ્થળ માટે કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ (ડ્રેન અને પાઇપ નેટવર્ક) ડિઝાઇન કરવામાં આવ્યા છે. માહિમ, માટુંગા, અંધેરી, વસઈ રોડ અને દાદર યાર્ડમાં વધારાની ડ્રેનેજ લાઈનની જોગવાઈ કરવામાં આવી છે.