News Continuous Bureau | Mumbai
Western Railway: ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે રવિવાર, 26મી મે, 2024ના રોજ બોરીવલી અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે 10.00 કલાકથી 15.00 કલાક સુધી અપ અને ડાઉન સ્લો લાઇન પર પાંચ કલાકનો જમ્બો બ્લોક જોવામાં આવશે.
Western Railway: ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરાશે
પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, બ્લોક સમયગાળા દરમિયાન, તમામ અપ અને ડાઉન ધીમી લાઇનની ટ્રેનો ગોરેગાંવ અને બોરીવલી સ્ટેશનો ( Mumbai news ) વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે.
Western Railway: ઉપનગરીય સેવાઓ રહેશે રદ
આ કારણે કેટલીક અપ અને ડાઉન ઉપનગરીય સેવાઓ રદ રહેશે. આ સિવાય કેટલીક અંધેરી અને બોરીવલી ટ્રેનો હાર્બર લાઇન પર ગોરેગાંવ સુધી ચલાવવામાં આવશે. બ્લોક સમયગાળા દરમિયાન બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01, 02, 03 અને 04 પરથી કોઈપણ ટ્રેનનું આગમન/પ્રસ્થાન થશે નહીં.
આ સમાચાર પણ વાંચો: Dombivli MIDC Blast Update: ડોમ્બિવલી બ્લાસ્ટ કેસમાં પ્રથમ ધરપકડ, અહીં થી થઇ ફરાર મુખ્ય આરોપી માલતી મહેતાની ધરપકડ..
આ અંગેની વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્તરો પાસે ઉપલબ્ધ છે. રદ કરાયેલી ટ્રેનોની યાદી સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ઉપલબ્ધ રહેશે.