Site icon

યાત્રી કૃપયા ધ્યાન દે.. હોળીમાં પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા વેસ્ટર્ન રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન… જાણો વિગતે

Western Railway announces festival special trains ahead of holi

પશ્ચિમ રેલવેની હોળી પર પેસેન્જરને મોટી ભેટ, ફેસ્ટિવલ માટે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન, જુઓ ટ્રેનની યાદી..

 News Continuous Bureau | Mumbai

હોળીના તહેવાર દરમિયાન વધારાના પ્રવાસોના ઘસારાના પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસથી બરૌની, અજમેર અને ગોરખપુર સુધી હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનો વિશેષ ભાડા (ફક્ત આરક્ષિત કોચ) પર સ્પેશિયલ  ટ્રેન તરીકે દોડશે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09061 / 09062 બાંદ્રા ટર્મિનસ – બરૌની જં. વિશેષ (2 ફેરી).

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09061 બાંદ્રા ટર્મિનસ – બરૌની જંકશન સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી મંગળવાર, 15મી માર્ચ, 2022ના રોજ 11:00 કલાકે ઉપડશે અને ગુરુવારે 06.00 કલાકે બરૌની જંક્શન પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09062 બરૌની જંકશન – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન બરૌની જંક્શનથી ગુરુવાર, 17મી માર્ચ, 2022ના રોજ 22.30 કલાકે ઉપડશે. ને શનિવારે 17.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પં. દીનદયાળ ઉપાધ્યાય જંકશન, આરા, પાટલીપુત્ર અને હાજીપુર સ્ટેશન પર હોલ્ટ કરશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. 

આ સમાચાર પણ વાંચો : હાશ.. આખરે મુંબઈગરાને પ્રોપર્ટી ટેક્સમાં મળશે રાહત.. વિધાનસભામાં બિલ પર મંજૂરીની મહોર.. જાણો વિગતે

ટ્રેન નંબર 09622 / 09621 બાંદ્રા ટર્મિનસ – અજમેર જંકશન. સુપરફાસ્ટ સ્પેશિયલ (4 ફેરા)

ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસ – અજમેર જંક્શન સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી સોમવાર, 21 અને 28 માર્ચ, 2022ના રોજ 11.15 કલાકે ઉપડશે અને અજમેર જં. પર બીજા દિવસે 09.10 કલાકે પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09621 અજમેર જં. – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ, અજમેર જંક્શનથી રવિવાર, 20મી અને 27મી માર્ચ, 2022ના રોજ 06.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, જયપુર અને કિશનગઢ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
05404 / 05403 બાંદ્રા ટર્મિનસ – ગોરખપુર – ખાસ અનરિઝર્વ્ડ (6 ફેરા)

ટ્રેન નંબર 05404 બાંદ્રા ટર્મિનસ – ગોરખપુર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શનિવાર, 12, 19 અને 26 માર્ચ, 2022 ના રોજ 19.25 કલાકે ઉપડશે અને સોમવારે 06.25 કલાકે ગોરખપુર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 05403 ગોરખપુર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ગોરખપુરથી શુક્રવાર, 11, 18 અને 25 માર્ચ, 2022ના રોજ 05.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09061 અને 09622 નું બુકિંગ 11.03.2022 ના રોજ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેનોના હોલ્ટના વિગતવાર સમય માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. 

Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Exit mobile version