Festival Special Trains: પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ અને બાંદ્રા ટર્મિનસ ની વચ્ચે બે જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો

Festival Special Trains: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

by Akash Rajbhar
Western Railway will run two pairs of festival special trains between Bhuj and Bandra Terminus.

News Continuous Bureau | Mumbai

Festival Special Trains: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

* ટ્રેન નંબર 09472/09471 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ [4 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09472 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 22 અને 29 ડિસેમ્બર, 2024 (રવિવાર)ના રોજ ભુજથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09471 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 23 અને 30 ડિસેમ્બર, 2024 (સોમવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 12.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.30 કલાકે ભુજ પહોંચશે.

માર્ગ માં બંને દિશાઓ માં આ ટ્રેન ગાંધીધામ, સામાખ્યાલી, હળવદ, અમદાવાદ, વડોદરા, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી I-ટાયર, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સામાન્ય વર્ગના કોચ હશે.

આ સમાચાર પણ વાંચો  : World Meditation Day: અમદાવાદમાં ઉત્સાહભેર ઊજવાશે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ

* ટ્રેન નંબર 09474/09473 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ [2 ટ્રિપ્સ]

ટ્રેન નંબર 09474 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 25મી ડિસેમ્બર, 2024 (બુધવાર)ના રોજ ભુજથી 15.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.55 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09473 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 26મી ડિસેમ્બર, 2024 (ગુરુવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.55 કલાકે ઉપડશે અને તેજ દિવસે 23.30 કલાકે ભુજ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન આદિપુર, સામાખ્યાલી, હળવદ, અમદાવાદ, વડોદરા, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09472/09471 અને 09474/09473 માટે બુકિંગ 21 ડિસેમ્બર, 2024 થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરુ થશે.યાત્રી ટ્રેનો ના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More