Site icon

Mumbai Rain: આકરી ગરમી વચ્ચે મુંબઈમાં ચોમાસું ક્યારે આવશે? હવામાન વિભાગે હવે તારીખ જાહેર કરી..

Mumbai Rain: IMD એ મુંબઈ, મહારાષ્ટ્રમાં ચોમાસું ક્યારે તેની અસર બતાવશે તે અંગે હવામાન વિભાગે હવે અપડેટ જારી કર્યું છે. કેરળમાં સમયસર ચોમાસાના આગમની સાથે જ હવે મુંબઈમાં પણ સમયસર વરસાદ પહોંચવાની હાલ શક્યતા છે.. તો જાણો શું છે આ IMD અપડેટ..

When will monsoon come in Mumbai amid intense heat The Meteorological Department has now announced the date

When will monsoon come in Mumbai amid intense heat The Meteorological Department has now announced the date

News Continuous Bureau | Mumbai 

Mumbai Rain: મુંબઈમાં વધતી જતી ગરમીથી કંટાળેલા મુંબઈવાસીઓ માટે હવે સારા સમાચાર છે. મુંબઈગરાઓ જે હાલ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,  ત્યારે હવામાન વિભાગે ( IMD ) હવે વરસાદના આગમનની તારીખ જાહેર કરી દીધી છે. હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે મુંબઈમાં 4-5 જૂને વરસાદ પડશે.તેથી હવે જલ્દી જ મુંબઈકરોને ગરમીથી રાહત મળશે.

Join Our WhatsApp Community

હવામાન વિભાગની આગાહી (  IMD Forecast ) મુજબ મુંબઈમાં 4 થી 5 જૂન વચ્ચે મધ્યમ વરસાદની ( Rain ) શક્યતા છે. જોકે, 6 થી 13 જૂન દરમિયાન મુંબઈમાં સારો વરસાદ ( Monsoon ) થવાની સંભાવના છે. આ વર્ષે મુંબઈમાં વરસાદ સમયસર પહોંચશે અને તેનું પ્રમાણ પણ સારું રહેવાની શક્યતા છે. વરસાદ  સારી ગતિએ ચાલી રહ્યો હોવાથી હાલ એવું અનુમાન છે કે મુંબઈમાં વરસાદ સમયસર આવશે. હવામાન વિભાગનો અંદાજ છે કે મુંબઈનું મહત્તમ તાપમાન 10 જૂન સુધી ઘટવાનું ચાલુ રહેશે. 10 જૂને તાપમાન 31 ડિગ્રીએ પહોંચી જશે.

આ સમાચાર પણ વાંચો:  Arunachal Pradesh Election Result: બીજેપીએ અરુણાચલમાં બહુમતીનો આંકડો પાર કર્યો, સિક્કિમમાં SKM એકતરફી જીત તરફ આગળ.. ગણતરી હજી ચાલુ..

 Mumbai Rain: રવિવાર અને સોમવારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે…

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવાર અને સોમવારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.  તો IMDના અનુમાન મુજબ મંગળવાર અને બુધવારે તાપમાન ઘટીને 27 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા છે. ગુરુવારથી શનિવાર સુધી લઘુત્તમ તાપમાન 27 થી 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. જો કે, આગામી સપ્તાહ સુધી વાદળછાયું આકાશ અને વાતાવરણમાં ધુમ્મસ રહેવાની આગાહી ( Rain Forecast ) કરવામાં આવી છે. તો ગુરુવાર અને શુક્રવારે હળવા વરસાદની શક્યતા છે.

Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Exit mobile version