Site icon News Continuous Bureau | Mumbai

Arunachal Pradesh Election Result: બીજેપીએ અરુણાચલમાં બહુમતીનો આંકડો પાર કર્યો, સિક્કિમમાં SKM એકતરફી જીત તરફ આગળ.. ગણતરી હજી ચાલુ..

Arunachal Pradesh Election Result: અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી ચાલુ છે. અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન થયું હતું. અરુણાચલ પ્રદેશમાં 60 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 50 બેઠકો પર મતદાન થયું હતું અને 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે.

Arunachal Pradesh Election Result SKM's Unanimous Rule in Sikkim, BJP's Lotus Blooms Again in Arunachal Pradesh.. Counting Still On.

Arunachal Pradesh Election Result SKM's Unanimous Rule in Sikkim, BJP's Lotus Blooms Again in Arunachal Pradesh.. Counting Still On.

News Continuous Bureau | Mumbai 

Arunachal Pradesh Election Result:  અરુણાચલ પ્રદેશમાં હાલમાં મત ગણતરી ચાલી રહી છે. ભારતીય ચૂંટણી પંચ ( ECI ) ના તાજેતરના આંકડા અનુસાર, ભાજપ ( BJP ) કુલ 45 બેઠકો પર આગળ છે. ભાજપે 10 ​​બેઠકો બિનહરીફ જીતી છે. નેશનલ પીપલ્સ પાર્ટી ( NPP ) 6 સીટો પર આગળ ચાલી રહી છે. રાજ્યમાં કુલ બેઠકો 60 છે. અહીં બહુમતી માટે કોઈપણ પાર્ટીને 31 સીટોની જરૂર પડશે.

Join Our WhatsApp Channel

બીજી તરફ સિક્કિમમાં ( Sikkim ) સત્તારૂઢ SKM એકતરફી જીત તરફ આગળ વધી રહી છે. 32 બેઠકો માટે જે વલણો બહાર આવ્યા છે તેમાં, SKM 31 બેઠકો પર આગળ છે જ્યારે SDF એક બેઠક પર આગળ છે. બહુમત માટે અહીં 17 બેઠકો જરૂરી છે. વિધાનસભા બેઠકોની ( Assembly Seats )  મતગણતરી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ હતી અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. અત્યાર સુધી ક્યાંય હિંસાના સમાચાર નથી. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સ્થિતિ હાલ નિયંત્રણમાં છે.

આ સમાચાર  પણ વાંચો:  Mandvi : માંડવી તાલુકાના પરવટ ગામના ગ્રામજનોની ગ્લોબલ વોર્મિંગ સામે જૈવિક વિવિધતા ટકાવી રાખવાની ઝુંબેશ

Arunachal Pradesh Election Result: 2019માં ભાજપને અરુણાચલ પ્રદેશમાં 41 બેઠકો મળી હતી…

નોંધનીય છે કે, અરુણાચલ પ્રદેશમાં ભાજપે વર્ષ 2019માં તમામ 60 બેઠકો પર ચૂંટણી ( Lok Sabha Elections ) લડી હતી. જેમાંથી ભાજપને 41 બેઠકો મળી હતી. જેમાં ભાજપનો વોટ શેર 50.86 ટકા રહ્યો હતો. જેડીયુ સીટોની દ્રષ્ટિએ બીજા સ્થાને રહી હતી. તેણે 7 બેઠકો જીતી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version