ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
દેશભરમાં કોરોના દર્દીની સંખ્યામાં ઝડપભેર વધારો થવાથી સ્કૂલ બંધ કરવામાં આવી હતી. હવે જોકે કોરોના નવા દર્દીનો આંકડો ઘટી રહ્યો છે. તેમ જ મૃત્યુનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. તેથી સ્કૂલો કયારે ખુલશે એ બાબતે મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ કહ્યું હતું કે સ્થાનિક સ્તરે કોરોનાના દર્દીની સંખ્યાને ધ્યાનમાં નિર્ણય લેવામાં આવશે. જોકે અંતિમ નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે જ લેશે.
રાજેશ ટોપેના કહેવા મુજબ રાજ્યની કેબિનેટમાં સ્કૂલ શરૂ કરવાને લઈને ચર્ચા થઈ હતી, જેમાં સ્કૂલ ચાલુ કરવાના નિર્ણય કોરોનાના દર્દીની ઓછી સંખ્યા હોય તે શહેર, જિલ્લાના પાલક પ્રધાન અને કલેક્ટરે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવો.
આ દરમિયાન રાજ્યના એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે સ્કૂલ ચાલુ કરવાને લઈને વાલીઓમાં ભિન્ન મત છે. છતાં સ્કૂલ ચાલુ કરવા બાબતે અંતિમ નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે લેશે.
ઓહોહોહો!! આટલા લાખ મુંબઈગરા હાલ છે હોમ ક્વોરેન્ટાઈન…જાણો વિગત
રાજેશ ટોપેએ ઔરંગાબાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે કોરોના કાળમાં સ્કૂલ કાયમ સ્વરૂપી બંધ કરવાનો નિર્ણય લીધો નથી. અમે વેટ એન્ડ વોચની ભૂમિકામાં છે. આગામી અઠવાડિયામાં સ્કૂલ ચાલુ કરવા બાબતે નિર્ણય લેવાશે. આગામી 10થી 15 દિવસમાં ફરી સ્કૂલ ચાલુ કરી શકાય કે નહી તે પરિસ્થિતિનો અભ્યાસ કરીને નિર્ણય લઈશુ..