માસ્ક વગરના આ ભિખારીઓને કોણ રોકશે? સિગ્નલ પર મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવે છે પણ આનું શું? જુઓ ચોંકાવનારો વિડીયો અને જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

બુધવાર

મુંબઈ શહેરમાં વ્યસ્ત સિગ્નલ પર માસ્ક ન પહેરવા ના નામે વસૂલી કરનાર પાલિકાના કર્મચારીઓ નો રાફડો ફાટયો છે. રીક્ષા હોય કે પછી ગાડી કે પછી બાઇક જે વ્યક્તિના ચહેરા પર માસ્ક ન હોય તે વ્યક્તિ પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. તેમજ જે વ્યક્તિનું માસ્ક નાકથી નીચે હોય તેની પણ રંજાડ કરવામાં આવે છે. જોકે ચોંકાવનારી બાબત એ છે કે કાંદિવલીના મહાવીર નગર સિગ્નલ પર, બોરીવલીના ગોરાઈ ના સિગ્નલ પર, અંધેરી ખાતે લોખંડવાલા સિગ્નલ પર તેમજ અનેક જગ્યાઓ પર સિગ્નલ પાસે ભિખારીઓ ઉભા હોય છે. આ ભિખારીઓ માસ્ક નથી પહેરતા અને ભીખ માંગવા માટે પ્રવાસીની રીક્ષા માં પોતાનું મોઢું ઘાલે છે. જ્યારે મુંબઈ મહાનગર પાલિકાના કર્મચારીઓ પ્રવાસી ને દંડ ફટકારતા હોય તે સમયે તેઓ આ ભિખારીને એકે રૂપિયાનો દંડ કરતા નથી. આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જુઓ વિડિયો

મુંબઈની ફિલ્મ સિટીમાં દિલ ધડક ગાડી નું સ્ટંટ કરવા જતા થયો અકસ્માત, વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.. જુઓ વિડિયો..

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment