ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 મે 2021
સોમવાર
મુંબઈમાં ગયા અઠવાડિયે તાઉતે વાવાઝોડાને પગલે વૃક્ષો અને એની તૂટી પડેલી ડાળખીઓ હજી પણ રસ્તા પર પડી રહી છે. એને ઉપાડવા માટે BMC પાસે હાલ કોઈ માણસો નથી. હકીકતમાં મુંબઈના આવાં જોખમી વૃક્ષો અને તેની ડાળખીઓના ટ્રિમિંગ માટે કૉન્ટ્રૅક્ટર નક્કી કરી નાખ્યો છે. ચોમાસા પહેલાં આ ટ્રિમિંગનું કામ કરવામાં આવતું હોય છે, પરંતુ ભાજપને શ્રેય ના મળે એટલે કૉન્ટ્રૅક્ટરની નિમણૂકનો પ્રસ્તાવ રોકી રાખ્યો હોવાનો ભાજપે આરોપ કર્યો છે.
કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરવાના પ્રસ્તાવ પર સોમવારે ટ્રી ઑથૉરિટીની મિટિંગમાં નિર્ણય થવાનો છે. વૃક્ષોની છટણી કરવા માટે કૉન્ટ્રૅક્ટર નીમવા ટેન્ડર બહાર પાડ્યાં હતાં. એમાં પાલિકાના અંદાજ કરતાં 28થી 45 ટકા ઓછી બોલી લગાવનાર કૉન્ટ્રૅક્ટરની પસંદગી કરવામાં આવી છે, પણ એનો પ્રસ્તાવ માર્ચ મહિનાથી મંજૂર થયો નથી.
શિવસેના વડા પ્રધાન મોદી સાથે પંગો નથી લેવા માગતી : એક લેખમાં વડા પ્રધાનને 'મોટા દિલવાળા' ગણાવ્યા
તાઉતેને કારણે મુંબઈમાં 2,400 ઝાડને નુકસાન થયું હતું, એથી ભાજપે કૉન્ટ્રૅક્ટર નીમવામાં થઈ રહેલા વિલંબ બાબતે પાલિકાની સ્થાયી સમિતિમાં નારાજગી વ્યક્ત કરી હતી તેમ જ સદોષ વૃક્ષવધનો ગુનો દાખલ કરવાની ચીમકી પણ આપી હતી. તેમની ચીમકીને પગલે પાલિકાએ સોમવારે ટ્રી ઑથૉરિટીની મિટિંગ રાખી છે. જો આ પ્રસ્તાવ મંજૂર થઈ જાય તો ભાજપને શ્રેય મળી જશે. એથી સત્તાધારી શિવસેના આ પ્રસ્તાવ રોકીને બેઠી હોવાનો આરોપ ભાજપ કરી રહી છે.