ડાયમંડ બુર્સમાં લોકોની એન્ટ્રી કેમ બંધ થઈ?: નકલી કાર્ડ બનાવીને એન્ટ્રી લઈ રહેલા લોકો પર તવાઈ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
આમ તો સરકારી આદેશ પ્રમાણે ભારત ડાયમંડ બુર્સ બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ આ બંધ માત્ર કાગળિયા ઉપર બંધ રહ્યું હતું. વાત એમ છે કે ભારત ડાયમંડ બુર્સના અનેક કર્મચારીઓએ પોતાના નકલી આઇડી કાર્ડ બનાવી નાખ્યા હતા. આ નકલી આઇડી કાર્ડને આધારે તેઓ ટ્રાવેલિંગ કરીને ઑફિસ સુધી પહોંચી જતા હતા.
આ સંદર્ભે ન્યુઝ કન્ટિન્યુઝ દ્વારા એક્સક્લુઝિવ ન્યુઝ આપવામાં આવ્યા હતા કે ભારત ડાયમંડ બુર્સમાં આવનાર લોકો કઈ રીતે નકલી આઇડી કાર્ડના આધારે ટ્રાવેલ કરે છે.
સમય જતાં પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ કે ડાયમંડ બુર્સમાં પહેલાં જેટલી જ ભીડ રહેવા માંડી. કહેવામાં માત્ર એક્સપૉર્ટ કરનાર લોકોને જ એન્ટ્રી હતી, પરંતુ વાસ્તવિક રીતે બધા લોકો એન્ટ્રી લઈ રહ્યા હતા.
ભારત ડાયમંડ બુર્સની બહાર હંગામો : બધાની એન્ટ્રી બંધ#Bharatdiamondbourse #Entry #close #BKC #Mumbai pic.twitter.com/unAdBjeZdp
— news continuous (@NewsContinuous) May 19, 2021