ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
છેલ્લા એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલ તેમજ એલપીજી સિલિન્ડર ની કિંમતમાં ભારે વધારો આવ્યો છે. ખાસ કરીને કમર્શિયલ ગેસ હજારો રૂપિયામાં પહોંચી ગયો છે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરના રેસ્ટોરન્ટ સંચાલકોના સંગઠન દ્વારા આવનાર દિવસોમાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં વધારાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ સંદર્ભે મીડિયા હાઉસને જણાવતા સંગઠન સાથે જોડાયેલા સભ્યએ જણાવ્યું હતું કે કોરોના ને કારણે અનેક રેસ્ટોરન્ટની કમર પહેલેથી ભાંગી ગઈ છે. હવે અસહ્ય ભાવ વધારાને લીધે હોટલ માલિકો પાસે કિંમત વધારે સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. જો કે આ સંદર્ભે આખરી નિર્ણય સંગઠન દ્વારા ટૂંક સમયમાં લેવામાં આવશે. આમ એવી શક્યતા બતાવવામાં આવી છે કે આગામી સમયમાં રેસ્ટોરન્ટ નું ખાવાનું મોંઘું બનશે.