Site icon News Continuous Bureau | Mumbai

લ્યો કરો વાત? મુંબઈ શહેરમાં પાંચ હજાર રૂપિયામાં વેચાય છે રીક્ષા. હવે આ વાતનો ખુલાસો થયો, અનેકની ધરપકડ.

auto rickshaw

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

મુંબઇના ગોરેગામ વિસ્તારમાં આવેલા આરે પોલીસ સ્ટેશને ચાર રીક્ષા ચોરોની ધરપકડ કરી છે. આ ચાર રીક્ષા ચોરો અત્યાર સુધીમાં અનેક રીક્ષા ની ચોરી કરી ચૂક્યા છે. તેમજ રીક્ષા ચોરી કર્યા બાદ તેઓ નંબર પ્લેટ બદલી ને પરીક્ષા માત્ર પાંચ હજાર રૂપિયામાં વેચી નાખતા હતા. દિલચસ્પ વાત એ છે કે આ રીક્ષા ખરીદનાર વ્યક્તિઓ ચોરીની રિક્ષા ભાડે આપીને દૈનિક 300 રૂપિયાની કમાણી કરતા હતા. પોલીસે આ સંદર્ભે વધુ કાર્યવાહી કરતા અત્યાર સુધી 6 રિક્ષા જપ્ત કરી છે. તેમજ તપાસ હજુ ચાલુ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આવનાર દિવસોમાં આવી અનેક ચોરી કરાયેલી રીક્ષાના રાઝ ખુલશે.

Join Our WhatsApp Channel

મુંબઈના આ વોર્ડમાં થયા હતા 4 લાખથી વધુ કોરોના દર્દીઓ ક્વોરંટાઈન; દરેક વોર્ડની સરખામણીમાં આ વોર્ડનો આંકડો મોટો: જાણો આંકડા

આ તમામ ચોર રાત્રીના સમયે પાર્ક કરેલી રીક્ષા ના સર્કિટ બદલીને રીક્ષા ચાલુ કરી દેતા હતા તેમજ અજ્ઞાત સ્થળે લઇ જઇ તે રીક્ષા ની નંબર પ્લેટ બદલી નાખતા હતા. આ રીક્ષા માત્ર પાંચ હજાર રૂપિયામાં ખરીદનાર લોકોની સંખ્યા પણ ઓછી નથી. રીક્ષા ખરીદનાર લોકોની પણ હવે ધરપકડ કરવામાં આવી રહી છે. આ મુંબઈ શહેરમાં રીક્ષા ચોરી નો વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version