News Continuous Bureau | Mumbai
Uddhav Thackeray : દેશમાં ગઈકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. ત્યારે મુંબઈ ઉત્તર-પશ્ચિમ ( Mumbai North-West ) મતવિસ્તારમાં નાટકીય પલટો આવ્યો હતો. જેમાં શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકર માત્ર 48 મતોથી જીત્યા હતા. તો શિવસેના ઠાકરેના ઉમેદવાર અમોલ કીર્તિકરનો પરાજય થયો હતો. શિવસેના ઠાકરે જૂથના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ હાર પર પ્રતિક્રિયા આપતા મિડીયાને કહ્યું હતું કે, અમોલ કીર્તિકરની હારને હવે કોર્ટમાં પડકારવામાં આવશે અને ફરી ચૂંટણીની માંગ કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીના પરિણામ ( Lok Sabha Election Results ) બાદ ગઈકાલે સાંજે શિવસેના ભવનમાં ઉદ્ધવ ઠાકરેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તે સમયે બોલતા ઉદ્ધવે કહ્યું હતું કે, તેઓ અમોલ કીર્તિકરના ( Amol Kirtikar ) ચુકાદાને હવે કોર્ટમાં પડકારશે. ઉદ્ધવે વધુમાં કહ્યું કે આ ચૂંટણીમાં ( Lok Sabha Election ) સામાન્ય માણસોએ તેની તાકાત બતાવી છે. ઠાકરેએ પરિણામ પર પ્રતિક્રિયા આપતા આગળ કહ્યું હતું કે, જનતાએ બતાવી દીધું છે કે જે લોકો ઘમંડ બતાવે છે તેમનું ભારતમાં શું થાય છે. અમે ઉત્તર પશ્ચિમ મુંબઈમાં અમોલ કીર્તિકરને ફરીથી ચૂંટવા માટે અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. ઠાકરેએ એક સૂચક નિવેદન પણ આપ્યું હતું કે અમોલ કીર્તિકર હજુ હાર્યા નથી.
Uddhav Thackeray : અગાઉ અમોલ કીર્તિકર 681 મતોથી જીત્યા હતા…
નોંધનીય છે કે, રવિન્દ્ર વાયકરે ( Ravindra Waikar ) શિવસેના ઠાકરેના ઉમેદવાર અમોલ કીર્તિકરને હરાવ્યા હતા. અગાઉ અમોલ કીર્તિકર 681 મતોથી જીત્યા હતા. જે બાદ વાઈકરે પુન: મત ગણતરીની માંગ કરી હતી. વાયકર 75 મતો સાથે આગળ હતા. ત્યારબાદ પોસ્ટલ વોટની ગણતરી કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: MP Election Result: કોંગ્રેસે તેનો છેલ્લો ગઢ પણ ગુમાવ્યો – મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના સુપડા સાફ… જાણો આ હાર પાછળનું શું છે કારણ…
શિવસેના યુબીટી ઉમેદવાર અમોલ કીર્તિકરે મુંબઈ ઉત્તર-પશ્ચિમ મતવિસ્તારમાં શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકરને માત્ર 681 મતોથી હરાવ્યા હતા. ઠાકરે જૂથના ઉમેદવાર અમોલ કીર્તિકર અને શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકર વચ્ચે પ્રથમ રાઉન્ડથી જ જોરદાર ટક્કર રહી હતી. અમોલ કીર્તિકર 2424 મતોથી જીત્યા હોવાની જાહેરાત થયા પછી, રવિન્દ્ર વાયકરે પુન: મત ગણતરીની માંગ કરી હતી. પુનઃ મતગણતરીની જાહેરાત બાદ, કીર્તિકર માત્ર 681 મતથી જીત્યા હતા.
કીર્તિકરને વિજેતા જાહેર કર્યા બાદ, વાયકરે ફરીથી પુન: મત ગણતરીની માંગણી કર્યા બાદ ફરીથી મતોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં અમોલ કીર્તિકરને ઈવીએમમાં 4 લાખ 995 વોટ મળ્યા હતા. જ્યારે રવિન્દ્ર વાયકરને 4 લાખ 994 વોટ હતા. ઈવીએમમાં વાઈકરને માત્ર એક વોટ વધુ હતો. ત્યારબાદ 3049 પોસ્ટલ વોટની ગણતરી કરવામાં આવી હતી. જેમાં અમોલ કીર્તિકરને 1500 અને રવિન્દ્ર વાયકરને 1549 વોટ મળ્યા હતા. જે બાદ વાયકરની જીત થઈ હતી.