Site icon

Uddhav Thackeray : શું મુંબઈ ઉત્તર પશ્ચિમમાં ચૂંટણી ફરી થશે? અમોલ કીર્તિકરના ચૂંટણી પરિણામોને હવે કોર્ટમાં પડકારવાનો ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય.

Uddhav Thackeray : લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગઈકાલે સાંજે શિવસેના ભવનમાં ઉદ્ધવ ઠાકરેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તે સમયે બોલતા ઉદ્ધવે કહ્યું હતું કે, તેઓ અમોલ કીર્તિકરના ચુકાદાને હવે કોર્ટમાં પડકારશે. ઉદ્ધવે વધુમાં કહ્યું કે આ ચૂંટણીમાં સામાન્ય માણસોએ તેની તાકાત બતાવી છે. ઠાકરેએ પરિણામ પર પ્રતિક્રિયા આપતા આગળ કહ્યું હતું કે, જનતાએ બતાવી દીધું છે કે જે લોકો ઘમંડ બતાવે છે તેમનું ભારતમાં શું થાય છે. અમે ઉત્તર પશ્ચિમ મુંબઈમાં અમોલ કીર્તિકરને ફરીથી ચૂંટવા માટે અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

Will there be a re-election in Mumbai North West Uddhav Thackeray's big decision to challenge Amol Kirtikar's election results in court now.

Will there be a re-election in Mumbai North West Uddhav Thackeray's big decision to challenge Amol Kirtikar's election results in court now.

 News Continuous Bureau | Mumbai 

Uddhav Thackeray : દેશમાં ગઈકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. ત્યારે મુંબઈ ઉત્તર-પશ્ચિમ ( Mumbai North-West ) મતવિસ્તારમાં નાટકીય પલટો આવ્યો હતો. જેમાં શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકર માત્ર 48 મતોથી જીત્યા હતા. તો શિવસેના ઠાકરેના ઉમેદવાર અમોલ કીર્તિકરનો પરાજય થયો હતો. શિવસેના ઠાકરે જૂથના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ હાર પર પ્રતિક્રિયા આપતા મિડીયાને કહ્યું હતું કે, અમોલ કીર્તિકરની હારને હવે કોર્ટમાં પડકારવામાં આવશે અને ફરી ચૂંટણીની માંગ કરવામાં આવશે.  

Join Our WhatsApp Community

લોકસભા ચૂંટણીના પરિણામ ( Lok Sabha Election Results ) બાદ ગઈકાલે સાંજે શિવસેના ભવનમાં ઉદ્ધવ ઠાકરેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તે સમયે બોલતા ઉદ્ધવે કહ્યું હતું કે, તેઓ અમોલ કીર્તિકરના ( Amol Kirtikar ) ચુકાદાને હવે કોર્ટમાં પડકારશે. ઉદ્ધવે વધુમાં કહ્યું કે આ ચૂંટણીમાં ( Lok Sabha Election ) સામાન્ય માણસોએ તેની તાકાત બતાવી છે. ઠાકરેએ પરિણામ પર પ્રતિક્રિયા આપતા આગળ કહ્યું હતું કે, જનતાએ બતાવી દીધું છે કે જે લોકો ઘમંડ બતાવે છે તેમનું ભારતમાં શું થાય છે. અમે ઉત્તર પશ્ચિમ મુંબઈમાં અમોલ કીર્તિકરને ફરીથી ચૂંટવા માટે અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. ઠાકરેએ એક સૂચક નિવેદન પણ આપ્યું હતું કે અમોલ કીર્તિકર હજુ હાર્યા નથી.

 Uddhav Thackeray : અગાઉ અમોલ કીર્તિકર 681 મતોથી જીત્યા હતા…

નોંધનીય છે કે, રવિન્દ્ર વાયકરે ( Ravindra Waikar ) શિવસેના ઠાકરેના ઉમેદવાર અમોલ કીર્તિકરને હરાવ્યા હતા. અગાઉ અમોલ કીર્તિકર 681 મતોથી જીત્યા હતા. જે બાદ વાઈકરે પુન: મત ગણતરીની માંગ કરી હતી. વાયકર 75 મતો સાથે આગળ હતા. ત્યારબાદ પોસ્ટલ વોટની ગણતરી કરવામાં આવી હતી.  

આ સમાચાર પણ વાંચો:  MP Election Result: કોંગ્રેસે તેનો છેલ્લો ગઢ પણ ગુમાવ્યો – મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના સુપડા સાફ… જાણો આ હાર પાછળનું શું છે કારણ…

શિવસેના યુબીટી ઉમેદવાર અમોલ કીર્તિકરે મુંબઈ ઉત્તર-પશ્ચિમ મતવિસ્તારમાં શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકરને માત્ર 681 મતોથી હરાવ્યા હતા. ઠાકરે જૂથના ઉમેદવાર અમોલ કીર્તિકર અને શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકર વચ્ચે પ્રથમ રાઉન્ડથી જ જોરદાર ટક્કર રહી હતી. અમોલ કીર્તિકર 2424 મતોથી જીત્યા હોવાની જાહેરાત થયા પછી, રવિન્દ્ર વાયકરે પુન: મત ગણતરીની માંગ કરી હતી. પુનઃ મતગણતરીની જાહેરાત બાદ, કીર્તિકર માત્ર 681 મતથી જીત્યા હતા. 

કીર્તિકરને વિજેતા જાહેર કર્યા બાદ, વાયકરે ફરીથી પુન: મત ગણતરીની માંગણી કર્યા બાદ ફરીથી મતોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં અમોલ કીર્તિકરને ઈવીએમમાં ​​4 લાખ 995 વોટ મળ્યા હતા. જ્યારે રવિન્દ્ર વાયકરને 4 લાખ 994 વોટ હતા. ઈવીએમમાં ​​વાઈકરને માત્ર એક વોટ વધુ હતો. ત્યારબાદ 3049 પોસ્ટલ વોટની ગણતરી કરવામાં આવી હતી. જેમાં અમોલ કીર્તિકરને 1500 અને રવિન્દ્ર વાયકરને 1549 વોટ મળ્યા હતા. જે બાદ વાયકરની જીત થઈ હતી. 

Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Exit mobile version