ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જુલા,ઈ 2021
મંગળવાર
દક્ષિણ મુંબઈના પોશ એરિયા અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા પૃથ્વી ઍપાર્ટમેન્ટની A વિંગને મુંબઈ પાલિકાના D વૉર્ડે સીલ કરી નાખ્યું છે. આ જ બિલ્ડિંગમાં આવેલી B વિંગમાં ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીનું ઘર આવેલું છે.
કોરોનાનો દર્દી મળી આવતાં પાલિકાએ આ બિલ્ડિંગને સીલ કરી નાખ્યું હતું. સુનીલ શેટ્ટીનું ઘર અહીં હોવાથી બૉલિવુડમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. જોકે સુનીલ શેટ્ટી મુંબઈની બહાર હોવાનું અને તેનો પરિવાર સુરક્ષિત હોવાનું તેમના પરિવારે જણાવ્યું હતું. એથી બૉલિવુડે રાહત અનુભવી હતી.
અહીં ઉલ્લેખનીય છે મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે. છતાં મુંબઈના અમુક વિસ્તારમાં હજી પણ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે. હાલ D વૉર્ડનો કોવિડ ગ્રોથ-રેટ 0.07 ટકા હોવાનું આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું