મુંબઇ શહેરમાં સોમવારે એક જ દિવસમાં સૌથી વધુ એટલે કે 94,941 લોકોને રસી આપવામાં આવી.
ખાનગી હોસ્પિટલોના રસીકરણ કેન્દ્રોમાં 71523 લોકોને રસી આપવામાં આવી હતી. જ્યારે મહાનગર પાલિકાના રસીકરણ કેન્દ્રોમાં 21644 લોકોને અને સરકારી કેન્દ્રો પર 1774 લોકોને રસી આપવામાં આવી હતી.
અભ્યાસ માટે વિદેશ જતા 132 વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી, આ સાથે અત્યાર સુધીમાં કુલ 2718 વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પાલિકાના રસીકરણ કેન્દ્રમાં અત્યાર સુધીમાં કુલ 2198601 રસી આપવામાં આવી છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં 1197269 લોકોને રસી આપવામાં આવી છે.
