Site icon

આ તે કેવી દાદાગીરી? મંજૂરી નહીં છતાં આ સમુદાયના હજારો લોકોની AIMIMના મોર્ચા માટે મુંબઈ તરફ કૂચ; જાણો વિગત

Rohini Commission Report: Government should increase the limit of 50 percent reservation, those who have not got it till date should also get it – Owaisi's demand

Rohini Commission Report: ઓવૈસીએ આરક્ષણ મર્યાદા 50% વધારવાની માંગ કરી, રોહિણી કમિશનને ટાંકીને કહી આ મોટી વાત.. જાણો શું છે આ સમગ્ર મુદ્દો.. વાંચો વિગતે અહીં…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Community

 શનિવાર.

મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજયમાં અનેક પાલિકાઓની ચૂંટણી આગામી વર્ષે થવાની છે. તેથી તમામ રાજકીય પાર્ટીઓએ અત્યારથી મતદારોને આકર્ષવા માટે જાત-જાતના પ્રયાસ ચાલુ કરી દીધા છે. તેમાં હવે ઓલ ઈન્ડિયા મજલિસ-ઈ-ઈત્તેહદુલ મુસ્લિમિન (AIMIM) પણ મુસ્લિમ મતદારનો પોતાની તરફ વાળવા કમર કસી છે. તેના ભાગ રૂપે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વમાં આઝાદ મેદાનમાં શનિવારે મુસલમાનોનો મોર્ચો કાઢવામાં આવવાનો છે. થોડા સમય પહેલા જ રાજયમાં રઝા અકેદમીના આંદોલન કારણે ઠેર ઠેર તોફાનો થયા હતા, તેથી મુંબઈ પોલીસે આ મોર્ચાને મંજૂરી આપી નથી. છતાં રાજયભરમાંથી મુસલમાનો મુંબઈની દિશા તરફ કૂચ કરીને આવી રહ્યા છે

AIMIMના મોર્ચાને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલારૂપે પોલીસે મુંબઈમાં શુક્રવાર રાતથી સોમવાર રાત સુધી 
ધારા 144 લાગુ કરી દીધી છે અને મોર્ચો, રેલી અથવા કોઈ પણ આંદોલનને પરવાનગી આપી નથી. છતાં અમે મોર્ચો કાઢશું જ એવી ચીમકી AIMIM સાંસંદ ઈમ્તિયાઝ જલિલે આપી છે. આ મોર્ચાને અસદુદ્દીન ઓવૈસી સંબોધવાના છે.  મુસ્લિમ આરક્ષણના મુદ્દા પર મોર્ચો કાઢવામાં આવવાનો હોવાનું અગાઉ જ ઓવૈસીએ જાહેર કર્યું હતું .

અરે વાહ! કાંદિવલી અને વસઈમાં જરૂરિયાતમંદો માટે મફતમાં મોતીબિંદુ સર્જરીનું આયોજનઃ આટલા લોકોએ લીધો લાભ. જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે રઝા અકેદમીએ રાજયભરમાં મોર્ચા, દેખાવો કર્યા હતા, ત્યારે આ સમાજના તોફાની તત્વોએ તોફાન અને હુલ્લડો કર્યા હોવાનો આરોપ પહેલા જ તેમના પર થઈ ચૂકયો છે. પોલીસે તેની ગંભીર દખલ લઈને મુબઈમાં મોર્ચો અને દેખાવો કરવા પર પ્રતિબંધ મૂકી દીધા છે. આદેશમાં અમરાવતી અને નાંદેડમાં થયેલા તોફાનનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. તેમ જ રાજયમાં હાલ કોરોના નો નવો વેરિયન્ટ ઓમીક્રોન પણ ફેલાઈ રહ્યો છે, તેથી તકેદારીના પગલારૂપે રેલી અને આંદોલન તથા સભાની મંજૂરી આપવામાં આવતી ન હોવાનું પણ પોલીસે આદેશમાં કહ્યું છે. 

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version