News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક રાજકીય નેતા(Political leader) પર બળાત્કારનો આરોપ(Rape case) કરવામાં આવ્યો હોવાના અહેવાલ મીડિયામાં વહેતા થયા છે. આ પ્રકરણમાં પીડિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે સામે પક્ષે સાંસદે આરોપોને ફગાવી દીધા હોવાનું જણાયું છે. શિવસેનાના(Shivsena) નેતા સામે બળાત્કારનો આરોપ થવાની સાથે ખળભળાટ મચી ગયો છે.
મિડિયામાં આવેલા અહેવાલ મુજબ શિવસેનાના મુંબઈના(Mumbai) સાંસદ(MP) રાહુલ શેવાળે(rahul shewale) સામે 26 વર્ષની મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ પ્રકરણમાં પીડીત મહિલાએ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં(Sakinaka police station) લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. જોકે હજી સુધી પોલીસમાં એફઆઈઆર(FIR) નોંધવામાં આવી નથી. પોલીસ વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : દુકાનદારો તૈયાર થઈ જાવ આ કામ માટે !!! નહીં તો BMCની કાર્યવાહી માટે તૈયાર રહેજો જાણો વિગતે.
મહિલાએ કરેલા તમામ આરોપને જોકે શિવસેનાના સાંસદ રાહુલ શેવાળેએ ફગાવી દીધા છે. પોતાની સામાજિક અને રાજક્ય પ્રતિમા મલીન કરવા માટે જાણીજોઈને આ આરોપ કરવામાં આવી રહ્યા હોવાની સ્પષ્ટતા રાહુલ શેવાળેએ કરી છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ રાહુલ શેવાળેએ પોતાનું સ્ટેટમેન્ટ આપતા કહ્યું હતું કે મુંબઈ પોલીસ પર મારો પૂરો વિશ્વાસ છે. આ સંદર્ભમાં પોલીસ પ્રશાસન યોગ્ય નિર્ણય લેશે. હું નિર્દોષ કોઈ કોઈ પણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. મારા વિરોધમાં કરવામાં આવેલી બોગસ ફરિયાદ પાછળ કોણ છે, તેનો પર્દાફાશ બહુ જલદી કરીશ એવું પણ તેમણે કહ્યું હતું.