Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના આ શિવસેનાના સાંસદની વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ થઈ હોવાના સમાચાર મીડિયામાં વહેતા થયા.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક રાજકીય નેતા(Political leader) પર બળાત્કારનો આરોપ(Rape case) કરવામાં આવ્યો હોવાના અહેવાલ મીડિયામાં વહેતા થયા છે. આ પ્રકરણમાં પીડિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે સામે પક્ષે સાંસદે આરોપોને ફગાવી દીધા હોવાનું જણાયું છે. શિવસેનાના(Shivsena) નેતા સામે બળાત્કારનો આરોપ થવાની સાથે ખળભળાટ મચી ગયો છે.

Join Our WhatsApp Channel

મિડિયામાં આવેલા અહેવાલ મુજબ શિવસેનાના મુંબઈના(Mumbai) સાંસદ(MP) રાહુલ શેવાળે(rahul shewale)  સામે 26 વર્ષની મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ પ્રકરણમાં પીડીત મહિલાએ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં(Sakinaka police station) લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. જોકે હજી સુધી પોલીસમાં એફઆઈઆર(FIR) નોંધવામાં આવી નથી. પોલીસ વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો :   દુકાનદારો તૈયાર થઈ જાવ આ કામ માટે !!! નહીં તો BMCની કાર્યવાહી માટે તૈયાર રહેજો જાણો વિગતે.

મહિલાએ કરેલા તમામ આરોપને જોકે શિવસેનાના સાંસદ રાહુલ શેવાળેએ ફગાવી દીધા છે. પોતાની સામાજિક અને રાજક્ય પ્રતિમા મલીન કરવા માટે જાણીજોઈને આ આરોપ કરવામાં આવી રહ્યા હોવાની સ્પષ્ટતા રાહુલ શેવાળેએ કરી છે.

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ રાહુલ શેવાળેએ પોતાનું સ્ટેટમેન્ટ આપતા કહ્યું હતું કે મુંબઈ પોલીસ પર મારો પૂરો વિશ્વાસ છે. આ સંદર્ભમાં પોલીસ પ્રશાસન યોગ્ય નિર્ણય લેશે. હું નિર્દોષ કોઈ કોઈ પણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. મારા વિરોધમાં કરવામાં આવેલી બોગસ ફરિયાદ પાછળ કોણ છે, તેનો પર્દાફાશ બહુ જલદી કરીશ એવું પણ તેમણે કહ્યું હતું.

 

 

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version